________________
રામ
અગાઉ એમણે જે તપશ્ચર્યા કરી તે સર્વ પાણીમાં ગઈ એમ એમને લાગ્યું અને તેથી રામને વંદના કરી એ ફરી તપ કરવા ચાલ્યા ગયા.
અયોધ્યાકાર્ડ કેટલાંક વર્ષ આનંદમાં ચાલ્યાં ગયાં. દશરથ દિવસે દિવસે ઘડપણથી અશક્ત થતા હતા; તેથી એમણે એક
- દિવસ પિતાના રાજ્યના વિદ્વાન બ્રાહ્મણ,
* માંડલિક ક્ષત્રિય અને વૃદ્ધ પુરુષની સભા ભેગી કરી અને રામને યુવરાજ નીમવા વિષે તેમને અભિપ્રાય પૂછો. સભાએ એકમતે એ પ્રસ્તાવ સ્વીકારી લીધે અને બીજે જ દહાડે રામને યુવરાજ તરીકે અભિષેક કરવાનો નિશ્ચય કર્યો.
૨. આ વખતે ભરત પિતાને સાળ હતું. ભારતની ગેરહાજરીમાં એકાએક થયેલા આ ઠરાવથી કૈકેયીની એક 20 . દાસી મંથરાને કપટને વહેમ ગયા. એણે
* પિતાને વહેમ કૈકેયીના ચિત્તમાં ભર્યો અને આ અભિષેક ગમે તેમ કરી અટકાવવા એને ઉશ્કેરી. એની શિખામણની કૈકેયી ઉપર પૂરી અસર થઈ. એણે કલહ કરવાને નિશ્ચય કર્યો. એક વાર એક યુદ્ધમાં દશરથનું સારથિપણું કરી એણે બહાદુરીથી રાજાને પ્રાણ બચાવ્યો હતો. રાજાએ આથી પ્રસન્ન થઈ એને બે વર આપવા તે વખતે વચન આપ્યું હતું. એ વર માગવાની આ સરસ તક છે એમ
૧. જુઓ પાછળ નેધ ૩છે.