________________
સુરકાણ્ડ
હનુમાન ધૃત થઈને આવ્યા નહાતા, એ તેા જાસૂસ થઈને આવલેા હતા. વળી, અશેકવાટિકાના એણે કરેલા નાશના કઈ રીતે ખચાવ કરી શકાય એમ નહેાતું. છતાં, કથા એમ રચવામાં આવી છે કે રાવણે વિભીષણને વાંધે કબૂલ રાખ્યા, અને વધ કરવાને બદલે એનું પૂછડું ખાળી નાખવાની આજ્ઞા કરી. એને પૂંછડે ચીંથરાં વીંટાળી તે ઉપર તેલ નાખવામાં આવ્યું. પછી એને સળગાવ્યું. પૃ છ ુ ખળવા માંડતાં જ હનુમાને એક કૂદકા માર્યાં અને આજુબાજુ ઊભેલા રાક્ષસોનાં કપડાં સળગાવી મૂકચાં. પછી તેણે ઘરનાં છાપરાં ઉપર છલંગ મારી ઘરને સળગાવ્યાં. ઘેાડા વખતમાં તેા ચિચિયારીઓ પાડતા તે હજારો ઘરા ઉપર ફરી વળ્યા અને આખી રાજધાનીમાં આગ લગાડી દીધી. પછી ઝપાટાબંધ સમુદ્રકનારે આવી પેાતાનું પુચ્છ સમુદ્રમાં હાલવી નાખ્યું, અને પાછા સમુદ્ર એળંગી જઈ સામે કિનારે અંગદ, જા યુવાન વગેરને જઈ મળ્યું.
૩૯
રામના ઉપહાર
૫. થોડી વારમાં સર્વ સાથીને હનુમાને મેળવેલા યશની ખખર પડી ગઈ. વાનરોને હષ તેા માય નહીં. રામ અને સુગ્રીવને આ ખુશખબર કહેવા સર્વે ટોળું ઊપડયું. આનંદમાં ને આનંદમાં એમણે રસ્તામાં સુગ્રીવનાં અનેક ફળઝાડના નાશ કર્યાં; પણ જે ભારે કામગીરી હનુમાને બજાવી હતી તેના પ્રમાણમાં આ નુકસાન કશું જ નથી, એમ કહી સુગ્રીવે ઊલટું એમને ઉત્તેજન આપ્યું. રામ પણ હનુમાનને ભેટી પડ્યા. એમણે કહ્યું : “તારા કામના કેવી રીતે બદલા વાળું? મારા હૃદયપ્રવેશ સિવાય બીજી કાઈ પણ વસ્તુ તારા કામ માટે પૃણુ બક્ષિસ નથી, તેથી આ મારું હૃદય તને આજથી અપણુ કરું છું.”