________________
સુન્દરકાર્ડ
૩૭ ચાલ્યા ગયે. રાક્ષસીએ પણ સીતાને ત્રાસ આપવામાં બાકી રાખે એવી નહતી, પણ એક ત્રિજટા નામે રાક્ષસીમાં કાંઈક માણસાઈ હતી. એ સીતાના દુઃખમાં સમભાવ ધરાવતી, એટલું જ નહીં પણ બીજી રાક્ષસીઓને પણ જુલમ કરતાં વાસ્તી. કેટલાયે મહિના થયા છતાં રામ તરફના કશા સમાચાર ન આવવાથી સીતા હવે નિરાશ થઈ ગઈ અને રાવણ જોડેના આજના બનાવ પછી એ આત્મહત્યા કરવાનો વિચાર કરવા લાગી. આથી મારુતિને લાગ્યું કે સીતાના ચરણમાં પડવાને આ જ અનુકૂળ પ્રસંગ છે. પણ ઓચિંતા સામા જવાથી સીતા ગભરાઈ જશે એમ ધારી એણે પહેલાં ઝાડ ઉપરથી જ રામનું સંક્ષિપ્ત ચરિત્ર ગાવા માંડ્યું. અવાજ સાંભળી સીતા ચકિત થઈ આમતેમ જેવા લાગી, પણ કોઈ ન દેખાયાથી બીકની મારી “હે રામ” કરતી જમીન પર પડી ગઈ. એટલામાં હનુમાન ઝાડ પરથી ઊતરી કરુણાભર્યા ભાવથી વિનયપૂર્વક નમસ્કાર કરી સીતા આગળ ઊભે રહ્યો, અને રામ તથા લમણના અનુચર તરીકે ઓળખાણ આપી સમાચાર કહ્યા. અનેક નિશાનીઓ મળતી આવવાથી તથા રામની મુદ્રા જેવાથી
જ્યારે સીતાની ખાતરી થઈ કે હનુમાન કેઈ માયાવી રાક્ષસ નહીં પણ રામને ત જ છે, ત્યારે એના આનંદને પાર ન રહ્યો. સીતા અને હનુમાન વચ્ચે પિટ ભરીને વાતે થઈ. સીતાને છોડાવવા રામ કેવા પ્રકારને પ્રયત્ન કરશે તે હનુમાને કહ્યું, અને જેમ બને તેમ છે વિલંબ કરવા સીતાએ આજીજી કરી રામને સંદેશે મકલ્ય.