________________
ઇદ્ધથ
કૃષ્ણ દિવસથી દ્રોપદીને પિતાની બહેન માની અને એમની મદદથી પાંડવેનું દ્રૌપદીની સાથે ઠાઠથી લગ્ન થયું.
૩. પાંડવે જીવતા છે એમ ખબર પડતાં કોરના પેટમાં ફાળ પડી, પણ એમણે બહારથી આનંદ દર્શાવ્યા
A અને યુધિકિરને અધું રાજ્ય સેપ્યું. પાંડે
* ઈન્દ્રપ્રસ્થ નામે એક શહેર વસાવી રાજ કરવા લાગ્યા. એમનાં નીતિ અને પરાક્રમથી થોડા સમયમાં એ રાજ્ય સમૃદ્ધિને પામ્યું. આથી દુર્યોધનની ઈર્ષ્યા વધતી ગઈ બીજી બાજુથી બળરામની બહેન સુભદ્રા સાથે અર્જુનનું લગ્ન થવાથી કૃષ્ણને એમની સાથે સંબંધ વધારે ગાઢ થયે.
૧. અર્જુન ક્ષાત્રરીતિ પ્રમાણે સુભદ્રાનું હરણ કરી પરણ્યો હતે; પણ એમાં બળદેવને વિરોધ અને કૃષ્ણની સંમતિ હેવાથી બળરામે અજુનનું એ કૃત્ય સહન કરી લીધું; પણ સુભદ્રા સગી બહેન હેવા છતાં એમણે અજુન જોડે વિશેષ સખ્ય કર્યું નહીં. એને પક્ષપાત એના શિષ્ય દુર્યોધન પ્રતિ વિશેષ હતું. બીજી બાજુથી કૃષ્ણને પુત્ર સાબ દુર્યોધનની પુત્રી લમણાનું હરણ કરી પર હતો. આમ કૃષ્ણ અને દુર્યોધન એક બીજાના વેવાઈ હોવા છતાં એમની વચ્ચેનો સંબંધ મી નહોતે.
સ્ત્રીના નિમિત્તથી મહાભારતમાં કેટલાં વેર પ્રગટ થયેલાં જણાય છે એ વિચારવા જેવું છે. કૃષ્ણ અને શિશુપાળ તથા એ મિત્રરાજાએ વચ્ચેનું વેર રુકિમણી નિમિત્તે થયું; કૃષ્ણ અને શતધવા વચ્ચેનું વેર સત્યભામા નિમિત્તે થયું; બળરામને પાંડવો વિષે વૈમનસ્ય સુભદ્રાના હરણને લીધે ગણાય; દુર્યોધનને કૃષ્ણ સાથે અણબનાવ લમણાના હરણને લીધે થયે; અને દ્રૌપદી એ મહાભારતના યુદ્ધમાં મોટામાં મોટું નિમિત્તકારણ ગણાય.