________________
૯૬
કૃષ્ણ
એ વખતના ક્ષત્રિયામાં જુગારનું વ્યસન ઘણું પૈસી ગયું હતું. જેમ ઘેાડદોડની શરતને જુગાર આજે રાજમાન્ય હાવાથી સારા અને પ્રામાણિક મનાતા લેાક! પણ એમાં રમતાં રારમાતા નથી, તેમ કૃષ્ણના કાળના ધાર્મિક રાજાએ પણ પાસાને જુગાર રમતાં લજાતા નહીં; એટલું જ નહીં પણ જેમ કાયાવાડના દરબારો કસૂંબના ઇનકાર કરવામાં આવે તે અપમાન માનતા, તેમ જુગાર માટે મળેલા આમંત્રણને અસ્વીકાર અપમાનસૂચક લેખાતા. યુધિષ્ઠર ધર્મરાજા હતા ખરા, પણ એ ધર્માંસુધારક ન હતા. ધૃત રમવું. નિદ્ય છે એમ એ જાણુતા, પણ જે રિવાજ પડી ગયેલા અને જે માન્યતા ઢ થઈ ગયેલી તેમાં સુધારા કરવાનું બળ એમનામાં ન હતું. દુર્માંધન વગેરે યુધિષ્ઠિરના સ્વભાવથી વાકેફ હતા. તેમણે એક મહેલ ધાન્યેા હતેા તે જોવાને મિષે તેમણે પાંડવાને હસ્તિનાપુર નેતર્યાં. કેટલાએક દિવસ એમને સત્કાર રાખી, એક દિવસે ફુરસદે ચાલતાં ગપ્પાંઆને લાભ લઈ શકુનિએ યુધિષ્ઠિરને પાસા રમવા કહ્યું. યુધિષ્ઠરે આનાકાની કરી, એટલે શકુનિએ મહેણું' માયું, કે ચતુરે ગાંડાને ભમાવવા, સશક્ત અશક્તને લૂટવા એ જો પાતક નથી, તેા ધૃતમાં કુશળ માણસે અકુશળને જીતવા એમાં પાતક કયું? તમે દિગ્વિજયમાં અશક્ત રાજાઓને જીત્યા એમાં ન્યાય હતા શું? બાકી મારે તમને આગ્રડ નથી. ’ યુધિષ્ઠિરને મહેણામાં રહેલા દંશ લાગ્યા અને પાપની બીકને છેડી બળાત્કારે શકુનિના ૧. પાછી જુએ તોંધ ૬ ટ્ટી.
C