________________
પાંડવપવ જાણતું હતું. કોરએ એમની શ્રદ્ધાદિક ક્રિયા કરીને જાહેર રીતે શેક પણ પાળ્યું હતું, પરંતુ નીચેના બનાવે એમને પાછા ઉઘાડા પાડ્યા.
૨. પાંચાલ દેશના કુપદ રાજાને દ્રૌપદી નામે પુત્રી હતી. એક ફરતા ચક્રમાં રહેલા લક્ષ્યને તેનું પ્રતિબિંબ દ્રોપદી સ્વયંવર :
જોઈને જે બાણથી વીધે તેને દ્રૌપદી વરાવવી
એવું પણ કરીને તેણે એક સ્વયંવર ર. પોતાના પુત્ર પ્રદ્યુમ્નને એ કન્યા મળે તે જોવું, એ ઉદેશથી કૃષ્ણ પણ કામ્પિત્યનગર ગયા. પાંડવે પણ કાપડીને વર્ષ
ત્યાં આવ્યા હતા અને બ્રાહ્મણોમાં જઈને બેઠા હતા. દ્રુપદ રાજાએ મૂકેલું પણ કઈ પણ ક્ષત્રિયથી જીતી શકાયું નહીં. શ્રીકૃષ્ણ અને સાત્યકિ સમર્થ હતા છતાં ઊડ્યા નહીં. દુર્યોધનને મિત્ર કર્ણ ઊડ્યો, પણ તે સૂતપુત્ર હોવાથી દ્રૌપદીએ તેને ધનુષ્યને હાથ લગાડવા દીધું નહીં; એટલે બ્રાહ્મણને પોતાનું કૌશલ્ય દર્શાવવાનો વારો આવ્યો. અર્જુન લાગલે જ ઊડ્યો અને જોતજોતામાં પણ જીતી લીધું. દ્રૌપદીએ તેને વરમાળા આપી અને એને લઈને પાંડ કુન્તીની પાસે ગયા. કુન્તીએ એને આશીર્વાદ આપી પાંચે પાંડવની પત્ની થવા આજ્ઞા કરી. કૃષ્ણ અર્જુનને તરત જ ઓળખે અને એની પાછળ એને ઘેર ગયા. એમણે તે
૧. એક યાદવ વીર; દ્રોણાચાર્યને શિષ્ય.
૨. બારેટ ચારણ જેવી એક જાતિ. કર્ણ વાસ્તવિક રીતે કુતીપુત્ર હતા, પણ કુતીએ એને નાનપણમાં ત્યજેલો હોવાથી એને દુર્યોધનને દરબારની રાધા નામની એક ચારણીએ ઉછેર્યો હતો.