________________
૮૯
દ્વારિકાપર્વ ૨. આટલા સમયમાં રુકિમણીના ભાઈ રુકમીના આગ્રહથી ભીષ્મકે શિશુપાળ જોડે રુકિમણીનું લગ્ન નકકી
કર્યું; પણ રુકિમણીએ કૃષ્ણને જ વરવા રુકિમણુ
" મનથી નિશ્ચય કર્યો હતો, તેથી એણે પોતાનું
હરણ કરી લઈ જવા કૃષ્ણને સંદેશ મેક. કૃષ્ણ તરત જ કુહિડનપુર જવા નીકળ્યા. બળરામને ખબર પડી ત્યારે તે પણ સૈન્ય લઈ ભાઈની મદદે પાછળ ધાયા. વિવાહની પહેલાં કુળાચાર પ્રમાણે રુકિમણ કુળદેવીનાં દર્શન કરવા મંદિરે ગઈ. ત્યાંથી સંકેત મુજબ કૃષ્ણ એને રથમાં બેસાડી લઈ ઘેડા દોડાવી મૂક્યા. શિશુપાળ અને એના સહાયક રાજાએ કૃષ્ણની પાછળ દોડ્યા; પણ એટલામાં બળરામ આવી પહોંચ્યા હતા. તેમણે એ રાજાઓને અટકાવી હરાવ્યા. માત્ર રુકમી કૃષ્ણની પાછળ પડ્યો. એણે કૃષ્ણને નર્મદા કિનારે પકડી પાડ્યા અને યુદ્ધ માટે આહ્વાન કર્યું. એક બાજુ ભાઈ અને બીજી બાજુ પતિ હોવાથી અને વિષે પ્રીતિવાળી રુકિમણું ગભરાઈ ગઈ પિતાનું તેમ જ ભાઈ ઉભયનું રક્ષણ કરવા એણે કૃષ્ણને વિનંતી કરી. બે વચ્ચે લડાઈ ચાલી. રુકમી ઘાયલ થયે. કૃષ્ણ એને એના જ રથમાં બાંધી પિતાને રથ દ્વારિકા તરફ દોડાવ્યા. રુકમી શરમને માર્યો કુશ્કિનપુર ગયે જ નહીં, પણ ત્યાં જ (હાલના ડભાઈ પાસે) રાજ્ય સ્થાપીને રહ્યો. આ બનાવથી રુકમી, શિશુપાળ, જરાસંધ અને એમના મિત્ર દંતવક, શાલ્વ અને પિક-વાસુદેવ કૃષ્ણના કટ્ટા શત્રુ થયા. રુકિમણું ઉપરાંત કૃષ્ણને બીજી પણ સ્ત્રીઓ