________________
રામ
જેને પરિણામે આ બ્રાહ્મણને બાળક–પુત્ર અપાયુ બને. કથા કહે છે, કે એટલામાં નારદે રામને કહ્યું: “તારા રાજ્યમાં કેઈ શૂદ્ર તપ કરતે હવે જોઈએ. પૂર્વ કૃતયુગમાં બ્રાહ્મણે જ તપશ્ચર્યા કરતા. તે યુગમાં સર્વ લેક દીઘ દૃષ્ટિવાળા, નીરોગી અને દીર્ધાયુષી હતા. પછી તાયુગમાં ક્ષત્રિયે પણ તપ કરવા લાગ્યા; તેથી બ્રાહ્મણ તેમ જ ક્ષત્રિયે તપ અને વીર્યથી સંપન્ન થયા; પણ તે સાથે જ અધમે પિતાને એક પગ પૃથ્વી ઉપર મુક્યો. અસત્ય ભાષણ, હિંસા, અસંતોષ અને ફ્લેશ એ અધર્મના ચાર પગ છે. તેમાં એક પગ પૃથ્વી પર પડતાં જ ત્રેતાયુગમાં માણસના આયુષ્યની મર્યાદા કમતી થઈ. આગળ જતાં દ્વાપરયુગમાં વૈશ્ય લોક પણ તપ કરવા લાગ્યા, તેથી અધર્મને બીજો પગ – હિંસા જમીન પર પડ્યો, અને મનુષ્યના આયુષ્યની મર્યાદા અધિક કમતી થઈ. તથાપિ શદ્રને કદાપિ તપ કરવાને અધિકાર ન હતું. મારા મત પ્રમાણે હાલ કેઈ શકુ આ પૃથ્વી ઉપર તપ કરતે હવે જોઈએ.” આ સાંભળી બાળકના શબને તેલમાં રખાવી, રામ શૂદ્ધ તપસ્વીની શોધમાં નીકળ્યા. ફરતાં ફરતાં દક્ષિણ દેશમાં શબુક નામના એક ને સ્વર્ગપ્રાપ્તિ માટે ત૫ કરે ઈ રામે એનું શિર ઉડાવી નાખ્યું.
૯ આ કાર્યના બચાવમાં ઉત્તરકાસુડમાં એવી દલીલ આપેલી છે, કે તપ સિવાય સિદ્ધિ મળતી નથી એ સિદ્ધાન્ત જેટલે ખરે છે, તેટલું જ પાત્રતા વિના તપને અધિકાર નથી, એ સિદ્ધાત પણ ખરો છે.