________________
ઉ૦.
૫. વસુદેવ-દેવકીને મારવાની કંસની હિંમત નહોતી, પણ એની ખૂની છરી એમનાં બાળકોને મારતાં અચકાતી જુલમીના વહેમ
નહતી. જાલિમે અનેક રીતે દુષ્ટ હોય છે, આ ધર્માધર્મના વિચારથી શૂન્ય હોય છે, તેઓ અકારણ વૈરી, અને દુષ્ટ કર્મો કરતાં ક્ષણભર પણ આંચકે ન ખાનારા હોય છે; પરંતુ વહેમ વિનાના હોય છે એમ કંઈ નથી. જગતને અનીશ્વર અને કેવળ પોતાની પાપી વાસનાઓને તૃત કરવાના સાધનરૂપ માનતા છતાં એમના હૃદયમાં કેઈ એક એવી નિબળતા રહી હોય છે કે એ નિર્બળતા એમને કોઈ નજીવા શકુન ઉપર કે કોઈ મુદ્ર દેવદેવીના વર ઉપર અથવા કેઈ નજીવી વિધિને બરાબર પાલન ઉપર અપાર શ્રદ્ધા રખાવે છે. જે મોટાં મોટાં સૈન્યથી ડરતા નથી, ગમે તેની સાથે દ્વિ યુદ્ધ કરવામાં પાછી પાની કરતા નથી, સિંહ અને સર્પ સામે થવાથી બીતા નથી, તે એક છીંકન અપશુકનથી, ભૂતના આભાસથી, બિહામણું સ્વપ્નથી, જેશીના જોશથી કે હૃદયમાં સંભળાયેલી અણધારી આકાશવાણું કે ભડકથી એવા નાહિંમત થઈ જાય છે કે કોઈ પણ રીતે તે એ વિષયમાં શ્રદ્ધાવાન અને નિશ્ચિત થઈ શકતા નથી.
૬. કંસે પણ એવી એક આકાશવાણી સાંભળી હતી. દેવકીને આઠમે ગર્ભ પોતાને નાશ કરશે, એવે તેને દેવકી-પુત્રને વહેમ ભરાયે હતો, અને તેથી સર્વે ડરપોક નાશ માણસે કરે છે, તેમ એણે દેવકીનાં બાળકોને ૧. જુઓ પાછળ નોંધ ૧લી