________________
ગોકુળપવ
94
કાઢવામાં, ગેપકુમારાની સંભાળ લેવામાં, એમના ઉપર કોઈ પણ ભયના પ્રસંગ આવી પડતાં ભયમાં પોતે ઝંપલાવી એમને બચાવી લેવામાં પણ એની પહેલ જ રહેતી.
૧૦, જેમ જેમ ભાઈ આની ઉંમર વધતી ગઈ તેમ તેમ રામ-કૃષ્ણનાં બુદ્ધિ અને મળ પણુ વધતાં ગયાં, અને એ બન્નેના ઘરડા ગેપોનેયે સારા ઉપયાગ થતા ગયા. જેમ જેમ એમનુ ખળ વધતું ગયું તેમ તેમ એમની અને પોગડાવસ્થા વિશેષે કરીને કૃષ્ણની પરદુઃખભ ંજનતા પણુ વધવા લાગી. એમણે પોતાની જ શક્તિથી એ વાર ગેાપોને દાવાનળમાંથી બચાવ્યા, અતિવૃષ્ટિમાંથી રક્ષણ કર્યું. કાલિનાગનું દમન કરી યમુનાને નિવિધ કરી, જંગલી ગધેડાઓને નાશ કરી વનને ભયરહિત કર્યું. વળી એમને પ્રેમળ સ્વભાવ પણ દિવસે દિવસે વિકાસ પામતા ગયે. એમની મધુર મારલીમાંથી નીકળતા સ્નેહરસ ગાયાને પણ સ્થિર કરી દેતા. એમના રાસામાં અદ્ભુત આનંદરસ પ્રગટી નીકળતા. કૃષ્ણની પવિત્ર પ્રેમળતાથી ગેપકૃષ્ણભક્તિ
ગેાપીઓનાં ચિત્ત એવાં ખેંચાયાં કે એમને માટે સંસારરસ ખારો થઈ ગયા. પડતીના કાળમાં જ્યારે આપણા દેશમાં ભાવનાઓને શુદ્ધ વિકાસ થતા અટકી પડયો, અને એનું પાવિત્ર્ય સમજવાની આપણી શક્તિ એટલી ક્ષીણ થઈ ગઈ કે કાઈ પણ ઠેકાણે સ્ત્રીપુરુષ વચ્ચે પરિચય દેખાતાં જ એમાં આપણને અપવિત્રતાની જ ગંધ આવવા લાગી, તે સમયમાં કૃષ્ણ પ્રતિની આ અત્યંત સ્વાભાવિક પ્રેમભક્તિની કથાએ આપણા દેશમાં વિકૃત સ્વરૃપને આદર્શ