________________
ગોકુળપર્વ સગર્ભ રોહિણીને નંદને ત્યાં મોકલી આપી હતી એમ એને ખબર પડી. કૃષ્ણ પણ વસુદેવને પુત્ર ન હોય એવી એને શંકા થઈ. એ શંકા એણે એક વાર ભરસભામાં જાહેર કસની શંકા કરીને વસુદેવને તેછડાં વચન સંભળાવ્યાં.
વસુદેવે કશે જવાબ વાળે નહીં એટલે એની ખાતરી જ થઈ ગઈ. પણ એણે હવે બાહ્ય ઓળ બદલ્ય. ભાણેજને જોવા એને પ્રેમ ઊભરાઈ આવ્યું. એમની મલ્લયુદ્ધની નિપુણતા જેવા એ ઉત્સુક થયું. એણે એક મોટે અખાડે રચવા આજ્ઞા કરી. મુષ્ટિક અને ચાણુર નામે એના બે બળવાન મલ્લ હતા, તેની જોડે મલ્લયુદ્ધ કરવા એણે રામ-કૃષ્ણને આમંત્રણ મોકલવાનું ઠરાવ્યું.
૧૩. એક બાજુથી કંસે મલ્લયુદ્ધના અખાડાની તૈયારી કરાવી, પણ બીજી બાજુથી એણે રામ અને કૃષ્ણ મથુરા
.. આવે તે પહેલાં જ એમનું કાસળ કાઢવાની
* યુક્તિ રચી. એણે કૃષ્ણને ઠાર મારવા માટે પોતાના ભાઈ કેશીને ગેકુળ મેક. કૃષ્ણ ગાયે ચારતા હતા ત્યાં એક જબરદસ્ત ઘડા ઉપર બેસી કેશી કૃષ્ણની સામે ધ. બીજા ગેપોએ કૃષ્ણને ભયસૂચક ચેતવણી આપી. ઘેડે બેધડક કૃષ્ણ ઉપર ધસી આવ્યો, પરંતુ કૃષ્ણ જરા પણ ગભરાયા વિના સ્થિર ઊભા રહ્યા. ઘડાએ જેવી કૃષ્ણને બચકું ભરવા ગરદન લંબાવી કે તરત જ કૃષ્ણ એના લમણા ઉપર એવા જોરથી મુકકી મારી કે ઘેડાના દાંત ઊખડી પડ્યા. આથી ચિડાઈને ઘેડાએ કૃષ્ણને લાત મારવા પાછલા પગ ઊંચકયા. તરત જ કૃષ્ણ એ પગ પકડી લઈ