________________
મુષ્ટિક અને ચાણુર સાથે મલ્લયુદ્ધ કરી પિતાની વિદ્યા દેખાડવાનું રામ અને કૃષ્ણને કહ્યું. રામ-કૃષ્ણ તે હજુ ૧૭૧૮ વર્ષના બાળક હતા. મુષ્ટિક અને ચાણુરે અજિંકય મલ્લ તરીકે અત્યારે પહેલાં પ્રસિદ્ધિ મેળવેલી હતી. લોકોને આ યુદ્ધ અગ્ય લાગ્યું, પણ બે ભાઈઓએ કઈ પણ તકરાર વિના યુદ્ધનું આહ્વાન સ્વીકાર્યું. મુષ્ટિક સાથે રામ અને ચાણર સાથે કૃષ્ણ બાળ્યા. મલ્લે ધર્મયુદ્ધ જ કરવાની મુરાદથી આવ્યા નહતા. થોડા દાવમાં જ રામ-કૃષ્ણ પિતાના સામેરીનું કપટ કળી લીધું, અને તેમણે પણ બેઉને યુદ્ધમાં અંત જ લાવવાને નિશ્ચય કર્યો. ઘણી વખત સુધી કુસ્તી ચાલી. છેવટે જોરથી એક મુક્કી મારી કૃષ્ણ ચાણુરને યમપુરીનો માર્ગ દેખાડ્યો. એક બીજે મલ્લ–તોશળ –એની સામે લડવા ઊભે થયે. એની જોડે વળી કૃષ્ણ ભીડડ્યા. એટલામાં રામે પણ મુષ્ટિકના પ્રાણ લીધા. એ જોઈને કૃષ્ણ તેશળને ઊંચકીને એ પછાડ્યો કે પછડાતાં જ તે મરી ગયે.
૩. આ દેખાવ જોઈ કંસ આભે જ બની ગયે અને એકદમ બૂમ પાડી ઊઠયો કે, “આ છોકરાઓને અહીંથી હાંકી
કાઢે અને નંદ-વસુદેવને શિક્ષા કરો.” પણ એ કંસવધ
* બોલે એટલામાં તો કૃષ્ણ એના સિંહાસન પાસે જઈ પહોંચ્યા અને એને રંગમંડપમાં પછાડ્યો. તરત જ કંસના પ્રાણ ચાલ્યા ગયા. સભાગૃહ ચપોચપ ખાલી થવા લાગ્યું. કઈ પણ ક્ષત્રિયે કંસને પક્ષ લીધે નહીં. માત્ર કંસને એક ભાઈ શ્રીકૃષ્ણ સામે ધો. બળરામે એને પૂરે કર્યો. રામ અને કૃષ્ણ દેવકી-વસુદેવ પાસે પહોંચ્યા