________________
કૃષ્ણ જ ફેરવી નાખ્યું હતું. વેદાન્તના અધ્યયન વિના, સૂક્ષ્મ બુદ્ધિથી થતા સાંખ્યવિચાર વિના, કેગના અભ્યાસ વિના, પ્રાણના નિષેધ વિના વ્રજનાં ગેપગેપીએ જેવાં અસંસ્કારી અને અણઘડ જનોયે કેવળ નિર્દોષ પ્રેમના અત્યુત્કર્ષથી પોતાનાં ચિત્ત શુદ્ધ કરી પાર પામી જઈ શકે એવું બતાવવાની દૃષ્ટિથી પુરાણકારોએ શ્રીકૃષ્ણનું વ્રજનું ચરિત્ર ચીતર્યું છે. ગેપકથા દ્વારા એમણે ભક્તિયેગને સમજાવ્યું છે.
૨૦. કૃષ્ણને ગોપિકાએ પ્રત્યેનો પ્રેમ કેવો હશે? માતા સિવાયની અન્ય સ્ત્રીઓ પર પાંચ વર્ષના બાળકની
. કેવા ભાવથી દષ્ટિ પડતી હશે ? આપણે સંસાકુણુ અને એપીએ
રીઓ એમ જાણીએ છીએ કે સમજણે માણસ
પરત્રીમાં મા–બહેન કે દીકરીના સંબંધની ભાવના પ્રયત્નથી બાંધીને જ નિર્દોષ રહી શકે. આનું કારણ એ છે કે આપણે બાલ્યાવસ્થાની નિર્દોષતા ગુમાવી બેઠા છીએ. બાળકને એવી ભાવના ઘડવી પડે છે જેના હૃદયમાં કુવિચાર જાગે છે તેને નિર્દોષતા ફરીથી પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે પડે છે. બાળકને એ સહજ છે. પણ આપણે એમ માનીએ છીએ કે અમુક વય પછી ચિત્તની નિર્દોષ સ્થિતિ કલ્પી જ ન શકાય. આપણા યુગના મલિન વાતાવરણનું જ
આ પરિણામ છે. જ્યારે ચિત્તની પુનઃશુદ્ધિ કરી વયે મિટા છતાં પાંચ વર્ષની ઉંમરને અનુભવ આપણે ફરીથી કરી શકીશું ત્યારે જ આપણે કૃષ્ણને પ્રેમ સમજવાને વ્ય થઈશું. પછી કૃષ્ણ પર કલંક લગાડવાની, એ કલંકને દિવ્ય
૧. જુઓ પાછળ નેંધ રજી