________________
મથુરાપર્વ અને એમનાં ચરણમાં પિતાનાં મસ્તક મૂક્યાં. જમ્યા ત્યાર પછી આજે જ માતા-પિતા પોતાના પુત્રને મળ્યાં. જીવલેણ યુદ્ધમાંથી તે સહીસલામત ઊતર્યા હતા. એમના આનંદને પાર રહ્યો નહીં. આઠે નેત્રમાંથી લાંબા કાળના વિયેગની સ્મૃતિનાં અને હર્ષનાં આંસુને પ્રવાહ ચાલ્યા. ચારે છાતીઓ પ્રેમથી ઊછળવા લાગી.
૪. સર્વ યાદવોએ ધાર્યું હતું કે શ્રીકૃષ્ણ જ રાજ્યગાદી લેશે, પણ એમણે એમ ન કરતાં કંસના પિતા ઉગ્રસેનને
| બંધનમાંથી મુક્ત કરી સિંહાસન પર બેસાડ્યા ઉગ્રસેનને
અને કંસનું ઔધ્વદેહિકલ વેવ્ય રીતે પાર
પાડ્યું. ૫. મથુરાની વ્યવસ્થા થઈ ગયા પછી રામ અને કૃષ્ણને ઉપવીત–સંસ્કાર થયે અને એમને ઉજ્જયિનમાં
જ સાંદીપનિ નામે એક ઋષિને ત્યાં વિદ્યાભ્યાસ ગુગૃહે
' કરવાનું થયું. થડા સમયમાં એમણે વેદવિદ્યા અને ધનુર્વિદ્યાને અભ્યાસ ર્યો અને પોતાની ગુરુભક્તિથી ઋષિને અતિશય પ્રસન્ન કર્યા. જો કે હવે તે પૂર્ણ વૈભવશાળી બન્યા હતા, તે પણ રાનમાંથી લાકડાં, સમિધ, દર્ભ ઈત્યાદિ આણ આપવાં, ગાયનું દૂધ દેહવું, ઢોર ચરાવવા વગેરે સર્વ પ્રકારની સેવા તેઓ શ્રદ્ધાથી કરતા. ગુરુદક્ષિણા આપી એ ભાઈએ પાછા મથુરા આવ્યા. મલ્લ તરીકેની એમની ખ્યાતિમાં ધનુધર તરીકેની ખ્યાતિનો વધારે
થયે.
૧. મરણ પછીની ક્રિયાઓ.