________________
S
ગોકુળપર્વ તેથી એણે યાદવને પડવા માંડ્યા. જે કઈ એની સામે માથું ઉપાડે એવા એને લાગ્યા, તેના ઉપર જુલમ કરવા માંડ્યો. વસુદેવ-દેવકીને પણ એણે નજરકેદ જેવાં રાખ્યાં હોય એમ લાગે છે. વસુદેવને પોતાની સ્ત્રી રોહિણીને પોતાના મિત્ર નંદ ગેપને ત્યાં સંતાડી રાખવી પડી.
૪. જુલમી માણસ બીજા બળવાન પુરુષથી બીએ છે; પણ એથીયે વધારે બીક તે એને સત્યનિષ્ઠ પુરુષની કંસને જુલમ ૬
ય લાગે છે. એનું કારણ એ છે કે બીજા બળ
* વાનની સામે એ સામ, દાન વગેરે ઉપાય વડે પહોંચી વળી શકે એવી એને ખાતરી હોય છે, પણ સત્યનિક પુરુષને જીતવા તે એને પોતાને સત્યનિષ્ઠ થયે જ છૂટકે અને એવા થવાની એની તૈયારી ન હોવાથી તેની આગળ એનાં શસ્ત્ર હેઠાં પડે છે. સત્યનિષ્ઠ પુરુષને મારી નાખવાની એની એકાએક હિંમત થતી નથી, કારણ કે જાલિમને પણ ન્યાય અને ધર્મને બાહ્ય વેષ બતાવવાની ઘણી વાર ફરજ પડે છે, અને નિઃસ્વાથી સત્યનિષ્ઠ પુરુષ ઉપર કંઈ પણ આળ ચડાવવું એને કઠણ થઈ પડે છે. એ ન્યાયે વસુદેવ-દેવકીને નજરકેદ કરવા ઉપરાંત બીજું કશું કરવાની કસની છાતી ચાલી નહીં. બીજા યાદ અનેક રીતે એના ભેગા થઈ પડ્યા. કેટલાક નાસી છૂટ્યા, કેટલાકે અનુકૂળ સમય આવે ત્યાં સુધી પોતાને અણગમે છુપાવી રાખે અને કેટલાકે નવીન પ્રદેશમાં પરાક્રમ કરી સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યાં.