________________
ગોકુળપર્વ આશરે ૫૧૦૦ વર્ષ પરના ભારતવાસીઓએ શ્રીકૃષ્ણનું અદ્દભુત જીવન પોતાની નજર સમક્ષ નિહાળ્યું હતું. જોકે અનેક પવિત્ર ગ્રંથોમાં એમના ચરિત્રનું વર્ણન છે, અનેક ભક્તો એમને પોતાની પ્રેમવૃત્તિનું અલૌકિક પાત્ર બનાવી એમની કીતિને ચિરંજીવ રાખી રહ્યા છે; છતાં એ ગાને ઉપર ચમત્કારિક પકેના એવા જબરા થર ચડી ગયા છે કે એ કાવ્યમય અને ગૂઢ ભાષામાંથી સાદે અર્થ કાઢવાનું કામ અતિશય કઠણ થાય છે. અને જુદા જુદા લેખકને એમ કરવા માટે પોતાની કલ્પનાશક્તિને જ બહુધા ઉપગ કરે પડ્યો છે. શ્રીકૃષ્ણ વિષે જે કાંઈ વાંચવા, સાંભળવા કે ગાવામાં આવે છે, તેમાંની કેટલીક વાતો સાચી તરીકે માની શકાય એવી નથી, કેટલીક જે સાચી જ હોય છે તે શ્રીકૃષ્ણને આદર્શ પુરુષ તરીકે હલકા પાડે છે. શ્રીકૃષ્ણને પરમેશ્વરને અવતાર ઠરાવવાની ઈચ્છાવાળા ભક્તિમાગી કવિઓએ શ્રીકૃષ્ણના ચરિત્રમાં એટલી બધી નવી વાતે ઉમેરી દીધી છે કે શ્રીકૃષ્ણચરિત્ર ગીચ જંગલ બની ગયું છે. શ્રી ચિંતામણિ વિનાયક વૈદ્ય તથા શ્રી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના ગ્રંથો પરથી જિજ્ઞાસુ વાચક એની ચર્ચા મેળવી શકશે. અહીં એ ચર્ચામાં હું ઊતર્યો નથી, પણ એ ગ્રંથોને આધારે શ્રીકૃષ્ણનું વંદનીય નિર્દોષ અને ક્ષમ્ય ચરિત્ર જેટલું ગણી શકાય તેટલું જ આલેખ્યું છે. એ સિવાયનાં ચરિત્રો