________________
ધ એવી સ્થિતિ આવે કે જે સમયે ખાવાપીવાનું ભાન ન રહે અને ટાઢતડકા તરફ દુર્લક્ષ થાય. એવા એકાગ્ર ચિંતનમાંથી સંકલ્પાની સિદ્ધિ સર્વત્ર થાય છે. એ ભૂલી ગયા ત્યારે જબરદસ્તીથી છેડેલા આહાર અને સહન કરેલાં ટાઢતડકો તપશ્ચર્યારૂપે મનાયાં. એકાગ્રપણે વિચાર, વિવેક, ચિંતન એ જ શ્રેષ્ઠ તપ છે. એ ચિંતન દેહભાન ભુલાવે તો તે ઈષ્ટ જ છે. ગીતા અ. ૧૭, શ્લ. ૧૪ થી ૧૬માં ત્રણ પ્રકારનું તપ કર્યું છે તે વિચારવું.
યુદ્ધ કાર્ડ નોંધ ૪ થી: વિભીષણનું આવી મળવું – “ઘર દૂર ઘર જાય” એ કહેવત ખરી, અને વિભીષણના ઉપર બન્ધદ્રોહનો આરોપ પણ મૂકવામાં આવે છે. પણ જે એક માણસને પિતાના ભાઈને પક્ષ અન્યાયયુકત લાગતો હોય અને તેને વારવાના પ્રયત્ન નિષ્ફળ જાય છે એનું કર્તવ્ય શું? અન્યાયી પક્ષ સાથે કામ કરવું એ ચિત્તની ચોખ્ખી અપ્રામાણિકતા જ થાય. તટસ્થ રહેવું તેમાં પણ ચિત્તની અપ્રામાણિક્તા છે જ. સત્યને – ન્યાયને પક્ષ લેવો એ પુરુષાથી અને ધર્મનિષ્ઠ મનુષ્યનું લક્ષણ છે. અસત્ય અને અન્યાયને વિરોધ કરવાથી અથવા અસહકાર કરવાથી મનુષ્યનું પૂર્ણ કર્તવ્ય બજાવાઈ જતું નથી. આ કાળમાં યુદ્ધ એ જ ન્યાય પ્રાપ્ત કરવાનો માર્ગ રહેલે હાઈ સમાજે એ માર્ગને ધર્મ ગણેલે હતું, અને એ સંજોગોમાં વિભીષણે ન્યાયપક્ષને વધારેમાં વધારે મદદ કરવી એટલે રામને જ મદદ કરવાની હોય. એથી બધુદ્રોહ થાય તે એ નિરુપાય ગણાય. વિભીષણ રાજ્યભથી રામને આવી મળે એવું ગૃહીત કરી લેવામાં આવે છે, ત્યારે વિષણુને બધુદ્રોહ અન્ય રૂપે ભાસે છે. કેવળ શુદ્ધ ન્યાયપ્રિયતા મનુષ્યમાં હોઈ જ ન શકે એમ માનીને