________________
નેધ
નારદ વિષેની અનેક પૌરાણિક કથાઓ વિચારતાં મને એમ લાગ્યું છે કે ઘણીખરી જગ્યાએ નારદરૂપે મનુષ્યના મનનું જ વર્ણન કરેલું છે. માણસનું મન જ કલહ કરાવવાવાળું છે. એ સારા વિચારે પણ ઉત્પન્ન કરે છે અને દુષ્ટ વિચારે પણ ઉપજાવે છે. એ જ શંકાઓ કાઢે છે, બિવડાવે છે અને હિંમત આપે છે.
તપથી અધર્મને પગ પૃથ્વી ઉપર પડી જ કેમ શકે એવી શંકા ઊપજવાનો સંભવ છે. તપને હેતુ તે સત્યની શોધ કરવાને જ હોવો જોઈએ. તેને બદલે જ્યારે મલિન આશય સિદ્ધ કરવા, બીજાને પીડવા કે સાંસારિક સુખ, બળ ઈત્યાદિ માટે તપ કરવામાં આવે ત્યારે તપને અર્થ પણ ફેરવાય, પ્રકાર પણ બદલાય અને એ અધર્મને પિષક પણ થાય. પિતાને કેઈક સંકલ્પ સિદ્ધ કરવા માટે એકાગ્ર ચિત્તે જે જે ઉપાયો ભેજવામાં આવે એ સર્વેનું નામ તપ. ગીતાના અ. ૧૭, લે. ૧૭ થી ૧૯માં સાત્વિક, રાજસ અને તામસ તપનું વિવેચન છે તે જોવું.
સત્વ, રજસ અને તમસ એ ત્રણ ગુણોમાંથી એક કે બેની પ્રધાનતા પરથી મનુષ્યના ચાર વર્ષે સ્વાભાવિકપણે પડ્યા છે એવી આપણી માન્યતા છે. તે પ્રમાણે સર્વપ્રધાન મનુષ્ય તે બ્રાહ્મણ, સ–રજ–પ્રધાન ક્ષત્રિય, રજ–તમ–પ્રધાન વૈશ્ય અને તમસ... પ્રધાન તે શુદ્ધ. કોઈ તમ–પ્રધાન મનુષ્ય મલિન આશયથી તપ કરતે હેય તેને પ્રજા રક્ષણાર્થે રાજાએ અટકાવવો જોઈએ; નહીં તે અધર્મ વધે એમ આ કથાનું તાત્પર્ય હોવાનો સંભવ છે. પણ જે રીતે આ વાત મંડાઈ છે તે કઈ રીતે માન્ય રાખવા જેવી નથી. વર્ણગર્વ અને નીચ મનાયેલા વર્ગોને દબાયેલા રાખવાની વૃત્તિ એમાં ખુલી રીતે જણાઈ આવે છે. બીજા કાર્યોમાં આવા પ્રસંગે નથી એ જ આ કાર્ડ પાછળથી લખાયાનું સ્પષ્ટ ચિહ્ન છે.