________________
રામ આપણે વિભીષણને દોષિત ઠરાવીએ છીએ. વિભીષણ રાજ્યભથી રામને જઈ મને કે સત્યને માટે જઈ મળ્યો, તે ઉપર એનું કૃત્ય યોગ્ય હતું કે અમેગ્ય એને આધાર છે.
ઉત્તરકાર્ડ નોંધ પ મી : સત્કીતિ–રામે ભાઈઓને જે શબ્દો કહ્યા, તેમ જ સીતાએ રામને જે સંદેશ મોકલ્યો તે બન્નેમાં સીતાના ત્યાગનું એક જ કારણ આપવામાં આવ્યું છે – રામની સકીર્તિનું રક્ષણ. સત્કીર્તિની અભિલાષા ગમે તેટલી ઉચ્ચ હેય, છતાં જો કોઈ નિર્દોષ વ્યક્તિને અન્યાય કરવાથી જ સીર્તિનું રક્ષણ થતું હોય તે તે સકીર્તિની રક્ષા યોગ્ય ન ગણાય. રામે કહ્યું કે સત્કાતિ માટે એ ભાઈઓનો ત્યાગ કરે તે સ્ત્રીની તે શી જ વાત ! ઉત્તરકાર્ડ લખાય તે વખતે સમાજમાં સ્ત્રી જાતિ પ્રત્યે આદર ઘટી ગયે હશે, તેમ જ તેમાં સારા ગણવા માટે ગમે તે અન્યાય કરી શકાય એવી ભાવના વધી હશે એમ જણાય છે. આ કાર્ડ ભારતવર્ષની સંસ્કૃતિ ઝાંખી પડવા માંડી ત્યાર પછી લખાયે હવે જોઈએ એમ ચોખું માલૂમ પડે છે. સીતાએ પિતા પ્રત્યેનો અન્યાય સહન કરી લીધે, એમ છતાં રામ પ્રત્યે ભક્તિ રાખી એ પતિવ્રત ભાવનાની અઘટિત પુષ્ટિ કરવાના જે પાછળથી પ્રયત્ન થયા છે તે પૈકીને છે.
નેધ ૬ ઠ્ઠી : નારદ– પરમ ભાગવત નારદના નામની આજુબાજુ કેટલાયે પ્રકારની સારીનરસી કથાઓ જોડી દેવામાં આવી છે. અહીં શકને તપને અધિકાર નથી એવું પ્રતિપાદન કરતા અને ભાગવતમાં વસુદેવનાં બાળકોને વધ કરવા કંસને પ્રેરતા જેને જણાવ્યા છે, તે જ નારદ વાલ્મીકિ જેવા લૂંટારાના અને દૈત્યપુત્ર અલ્લાદના તારક હતા એમ પણ પુરાણમાં કહ્યું છે.