________________
રામ તપના અધિકારને સિદ્ધાન્ત -– આ દલીલ વજૂદ વિનાની છે એમ નહીં કહી શકાય. જેટલાં ગુરૂગમ જ્ઞાન છે તેમાં જિજ્ઞાસુને અધિકાર તપાસવાની પ્રથા આપણુ દેશમાં પ્રાચીન કાળથી ચાલી આવી છે. અધિકાર તપાસવામાં બે દષ્ટિઓ હતી. શિષ્યની ચિત્તશુદ્ધિ અને બુદ્ધિ. પિતે સંપાદન કરેલી વિદ્યાને દુરુપયોગ ન કરે એટલા શુદ્ધ અંતઃકરણવાળો શિષ્ય છે કે નહીં એની તપાસ કરવામાં ગુર અત્યંત કાળજી લેતા. એ દૃષ્ટિએ અધિકારી શિષ્ય ન મળે તે પિતાની વિદ્યા પિતાની સાથે જ મરી જાય એ બહેતર, પણ અશુદ્ધ હૃદયના માણસને જ્ઞાન ન જ આપવું એવો આગ્રહ રખાતે. વિદ્યા જગતના કલ્યાણાર્થે છે, ઉશ્કેદાર્થો નહીં. ગુરુની ગફલતીને લીધે એ વિદ્યા શિષ્યને પ્રાપ્ત થવાથી જે લોકનું અહિત થાય છે તેનું પ્રાયશ્ચિત્ત ગુરૂને કરવું પડે. અધિકાર તપાસવામાં બીજી દષ્ટિ બુદ્ધિના વિકાસની છે. પણ એ માટે ગુરુને ઓછી ચિંતા રહેતી. બુદ્ધિની સ્થૂળતા વિશેષ મહેનતથી ટાળી શકાય અથવા બુદ્ધિ જેટલી પહોંચી શકે તેટલી જ વિદ્યા શીખવી શકાય. શુદ્ધ ચિત્તની સાથે સૂકમા બુદ્ધિનો સંયોગ એ તે સેનું ને સુગંધ મળ્યા જેવું ગુરુને લાગે.
તપન વિધિ બતાવવામાં પણ એ રીતે ગુરુ અધિકાર તપાસે એ યોગ્ય છે. પણ કોઈ પોતે જ પિતાને ગુરુ ન બની શકે એમ કંઈ નથી. અને એકાદ દુષ્ટ આશય સિદ્ધ કરવા પોતાની જ મેળે કોઈ સાધના કરતે હેય, તે એની એ સાધના રાજાએ ચાલવા દેવી કે કેમ એ પ્રશ્ન ઊભો થાય જ.
આ કથામાં શબુકના તપનો આશય દુષ્ટ હતો એવું જણાવ્યું નથી, અને એને અનધિકાર કેવળ એની શુદ્ધ જાતિ પર જ કરાવ્યો છે, એટલે આધુનિક દૃષ્ટિએ આ કૃત્ય આપણને વાજબી લાગતું નથી.