________________
ઉત્તરકાણ્ડ
૧૩
કરી હતી, અને તે પ્રમાણે રામે લક્ષ્મણને દરવાજા પર ચાકી કરવા બેસાડચા હતા. બે જણા વાત કરતા હતા એટલામાં ક્રોધીપણાનું કલંક જેને માથે ચઢેલું છે એવા દુર્વાસા મુનિ ત્યાં આવી લાગ્યા અને રામને મળવા ઉતાવળા થયા. લક્ષ્મણે આનાકાની કરી એટલે એણે આખા રાજ્યને શાપ આપવાની ધમકી આપી ! બિચારા લક્ષ્મણને તા સૂડી વચ્ચે સોપારી જેવું થયું. પછી, સઘળાં પર વિપત્તિ આવી પડે તેના કરતાં પેાતાના એકલા પર જ આવી પડે તે વધારે સારું એમ વિચારી એ રામ પાસે ગયા, અને દુર્વાસાના આગમનના સમાચાર આપ્યા. દુર્વાસા તે માત્ર તપ કરી ભૂખ્યા થવાથી ભિક્ષા માગવા આવ્યા હતા, પણ એની ભિક્ષામાં લક્ષ્મણના પ્રાણ વહેારાશે એવા એણે ખ્યાલ ન કર્યાં. રામને માથે મેાટુ' ધર્મસંકટ આવ્યું, પ્રતિજ્ઞા પ્રમાણે લક્ષ્મણને દેહાંત દંડની શિક્ષા કરવી જોઈ એ. પણ લક્ષ્મણ જેવા ભાઈ ને એવી શિક્ષા ક્રમાવતાં કાની હિંમત ચાલે? શું કરવું તે સૂઝે નહી’. છેવટે એમણે સભા ભરી સ` હકીકત વસિષ્ઠ અને પ્રજાજનાને કહી સંભળાવી. વસિષ્ઠે એવા તાડ કાઢચો કે સજ્જનના ત્યાગ એ વધુ સમાન છે, માટે રામે લક્ષ્મણના ત્યાગ કરવા! રામે એ પ્રમાણે લક્ષ્મણને પોતાથી દૂર થવાની સજા ફરમાવી. માજ્ઞા સાંભળતાં જ લક્ષ્મણ રામચંદ્રને નમસ્કાર કરી, પરભાર્યાં સરયુતટ પર ગયા, અને સ્નાન કરી, પવિત્ર થઈ, દર્ભાસન પર આસન માંડી, પોતાને શ્વાસ ચડાવી દઈ દે છેડયો. આ રીતે ખંધુભક્તિપરાયણ શૂર સુમિત્રાનંદનને અંત આવ્યા. એણે પેાતાના