________________
રામ પ્રેમથી જ થાય, અનેક સ્ત્રીઓ કરવાનું દુષ્ટ પરિણામ એણે દશરથના દુખકારક અંતકાળથી દર્શાવ્યું છે, અને રામના ચતિથી એકપત્નીવ્રતપણાનો આદર્શ બેસાડ્યો છે. જનક અને રામને સસરા-જમાઈને અને કૌશલ્યા તથા સીતાને સાસુ-વહુને સંબંધ પણ લેશ વિનાને પ્રેમયુક્ત છે. કુટુંબ અને રાજ્યને કર્તાપુરુષ સત્યનિષ્ઠ, ધાર્મિક, નિઃસ્વાથી, શૂર અને પ્રેમાળ હોય તે સર્વને કે આશીર્વાદરૂપ થઈ પડે એ રામચરિતને બેધ છે.