________________
ઉત્તરાણs મૂતિ, વાલી શારીરિક બળના મદની મૂર્તિ અને સુગ્રીવ પરાવલંબી સ્વભાવથી ઊપજતી સર્વ પ્રકારની માનસિક નિર્બળતાની મૂર્તિ છે. અન્યાય જાયા છતાં, એ માટે તિરસકાર છતાં, એની સામે થવા માટે જોઈતી જરૂરી હિંમતને અભાવ મારિચમાં પ્રત્યક્ષ થાય છે; ઊંઘ, આળસ, ખાઉધરાપણું અને મેહ કુમ્ભકર્ણમાં ગેચર થાય છે; ઇંદ્રજિતમાં આસુરી સંપત્તિને સાર અને આંખને આંજી નાખનારે પ્રકાશ છે. આ સાથે જ વાલ્મીકિએ રાજકીય કૌટુમ્બિક વ્યવસ્થાને આદર્શ પણ અત્યંત મને હરપણે ચીતર્યો છે. આદર્શ પ્રમાણે આર્ય રાજાનું જીવન સુખોપભેગ માટે નથી, પ્રજા એના સુખનું સાધન નથી, પણ પ્રજાના સુખા ૨જાને જન્મ છે. પિતાનાં શરીર, કુટુંબ, સુખ, સંપત્તિ અને સર્વસ્વનું અર્પણ કરીને એણે પ્રજાનું પાલન કરવાનું છે. ગુરુ અને પ્રજાની ધર્મયુક્ત સલાહ મુજબ એણે રાજકારભાર ચલાવવું જોઈએ. પ્રજાને પ્રિય હોય એ જ પુરુષ રાજા થઈ શકે, એટલે રાજાની નિમpક પ્રજાની સંમતિથી થવી જોઈએ. અત્યંત પ્રામાણિકપણે અને શુદ્ધ ભાવે પોતાનું કર્તવ્ય બજાવ્યાથી પ્રજાને સંતોષ અને વિશુદ્ધ પ્રેમ એ જ એની સેવાનું ઇનામ છે. એ પિતાના મુકુટથી કે સિંહાસન અથવા છત્ર–ચામરની પ્રજાને પૂજ્ય નથી; પણ એની ઘાર્મિકતા, કર્તવ્યનિષ્ઠા, શૂરતા, પરદુઃખભંજનતા, ન્યાય અને પરાક્રમથી પૂજ્ય ગણાય છે. એની પૂજા એણે કાઠેલાં આજ્ઞાપત્રોની અમલબજામણું કરવાથી ન થઈ શકે, પણ સંતુષ્ટ પ્રજાના ચિત્તમાં ઊભરાતા નૈસર્ગિક