________________
૪૮
રામ “સવે સાસુને મારા પ્રણામ કહેજે, અને તે પરમ ધાર્મિક રાજાને મારી તરફથી સંદેશે કહેજો કે, “મહારાજ, સર્વ લેઓ સમક્ષ અગ્નિમાં પડી મારી શુદ્ધિ સાબિત કરી આપી, તે છતાં કાપવાદની બીકથી તમે મારે ત્યાગ કર્યો છે તે મને સર્વથા કબૂલ છે. લોકાપવાદથી સત્કીતિને કલંક લાગે નહીં એ તમારી ઈચ્છા રોભા આપનારી છે; અને રાજા તરીકે એ તમારે પરમ ધર્મ છે. તમારી કીતિને કલંક ન લાગે એવી મને પણ ઈચ્છા છે, તેથી તમે મારે ત્યાગ કર્યો તેને જરા પણ દોષ દેતી નથી. આપ પત્ની તરીકે મારા પર હવે પછી પ્રેમ રાખે નહીં તોયે આપના રાજ્યની એક સાધારણ તપસ્વિની તરીકે પણ મારા ઉપર કૃપાદૃષ્ટિ રાખજે.”
૫. પુષ્કળ અશુપાત કરી લક્ષ્મણ છેવટે પાછા ફર્યા, અને સીતાએ પછી એક ઝાડ નીચે બેસી રુદન ચલાવ્યું. વાલમીકિના .
તુ વાલ્મીકિના કેટલાક શિષ્યએ તે રુદન સાંભળચં. આશ્રમમાં તેમણે વાલ્મીકિને જાણ કરી. કરુણામૂતિ
વાલમીકિ ત્યાં આગળ આવી પહોંચ્યા, અને સીતાને દિલાસે આપી પિતાના આશ્રમમાં લઈ આવ્યા. એમણે સીતાને માટે એક ઝુંપડી બંધાવી રહેવાની વ્યવસ્થા કરી. ત્યાં સીતાને બે પુત્રો થયા. વાલ્મીકિએ એમનાં નામ લવ અને કુશ પાડયાં અને તેમને ભણાવી ગણાવી હોશિયાર કર્યા. બન્ને ભાઈઓ ક્ષાત્રવિદ્યામાં તેમ જ સંગીતવિદ્યામાં નિપુણ થયા.
૧. જુઓ પાછળ નોંધ ૫મી