________________
ઉત્તરકાણ્ડ
સુધી કેદ રહેલી સીતાને છેડાવી પાછી તેને રામે અંગીકાર કરી તેથી લાકે તેમને દોષ દેતા હતા, અને એમ પણ કહેતા હતા કે જ્યારે રામે પોતે આ પ્રમાણે કર્યું. તે પ્રજાને તેમ કરવામાં શી હરકત છે? '
ત્રણ
૩. કૃતનાં આવાં વચન સાંભળી રામચંદ્રને ઘણું દુઃખ થયું. સભા બરખાસ્ત કરી અને લાંબે વખત સુધી એકાન્તમાં બેસી એમણે વિચાર કર્યાં. પછી કાંઈક નિશ્ચય ઉપર આવી તેમણે પાતાના ભાઈઓને તેડાવી મગાવ્યા. ભાઈઓને લેાકાપવાદ સંભળાવી કહ્યું : “ સત્કીર્તિને માટે હું તમારે પણ ત્યાગ કરતાં અચકાઉં નહીં, તેા સીતાની તા શી જ વાત? માટે લક્ષ્મણ, કાલે સવારે સીતાને રથમાં બેસાડી ગગાપાર તમસા નદીને કિનારે વાલ્મીકિ ઋષિના આશ્રમ પાસે અરણ્યમાં મૂકી આવ. સીતાએ ત્યાં જવા ઇચ્છા દર્શાવી છે, એટલે તે ખુશીથી આવશે.”
સીતાવનવાસ
૪. બિચારા લક્ષ્મણ શેાકાતુર ચહેરે અને રડતી આંખે બીજે દિવસે સવારે શકા વિનાની સીતાને રથમાં બેસાડી વાલ્મીકિના આશ્રમ તરફ ચાલ્યા. એ પ્રદેશમાં પહેાંચતાં જ લક્ષ્મણે સીતાને સાષ્ટાંગ દડવત્ કર્યાં અને હાથ જોડ્યા. એ ખાલવા ગયા પણ હૈ સીતા માતા ’ એટલું જ બેલી શકયા. એને સાદ બેસી ગયા. સીતા એના શેકનું કારણ વારે વારે પૃછવા લાગ્યાં, ત્યારે ઘણા કરે તેણે રામની આજ્ઞા સીતાને જણાવી. અન્ને જણાંએ અરણ્યમાં પુષ્કળ વખત સુધી શાક કર્યાં. અ ંતે સીતાએ ધૈય પકડી લક્ષ્મણને વિદાય કર્યો. તેણે કહાવ્યું :