________________
યુદ્ધકાણહ કર્યા. વિભીષણે એમને એક પાલખીમાં બેસાડી રામ પાસે
કલ્યાં. સૈન્યની વચ્ચેથી આવતાં પાલખીને લીધે વાનરેને બહુ ત્રાસ થવા લાગ્યા. રામ એ સહન કરી શક્યા નહીં અને પગે ચાલીને આવવા ફરમાવ્યું. સદૈવ આજ્ઞાપરાયણ દેવી સીતા રામ આગળ પગે ચાલીને આવ્યાં અને હાથ જોડીને ઊભાં રહ્યાં. પણ આ વખતે રામ કાંઈ બદલાઈ જ ગયા હતા. “સીતા, સીતા” કહી શેકથી જે ઝૂરી મરતા હતા, તેને પાછી મેળવવા જેણે આટલાં પરાક્રમ કર્યા હતાં, તે રામે સીતા જ્યારે પ્રત્યક્ષ આવીને ઊભાં ત્યારે તેની સામે દષ્ટિ પણ માંડી નહીં. ઊલટું, પિતાના સાદમાં ગંભીર કરતા આણ એમણે કહ્યું: “સીતા, આ બધી ખટપટ મેં કરી તે તારે માટે નહીં. મારા પુરુષાતન પર અને મારે કુળના નામ પર તારા હરણથી જે કલંક ચડ્યું હતું, તેને ઘેઈ નાખવા જ મેં આ મહાપરિશ્રમ વેઠયો છે. પણ તું શુદ્ધ છે કે નહીં તે વિષે મને સંશય છે, માટે હું તારે સ્વીકાર કરીશ નહીં. તને જ્યાં જવું હોય ત્યાં જવાની પરવાનગી આપું છું.” નિરંતર પ્રેમળ અને મધુરભાષી રામના મુખમાંથી આવાં કઠેર વચનો સાંભળવાની સીતાએ મુદ્દલે આશા રાખી નહતી. એનું શરીર રેષ અને દુઃખથી કંપવા લાગ્યું. છેવટે એણે અગ્નિપ્રવેશથી પિતાની શુદ્ધિને પુરાવે આપવાનો નિશ્ચય કર્યો. એક ચંદનના કાષ્ઠની ચિતા રચવામાં આવી. સીતાએ બે હાથ જોડી અગ્નિની અને રામની પ્રદક્ષિણા કરી તથા દેવ અને બ્રાહ્મણને નમસ્કાર કરીને કહ્યું: “હે અગ્નિદેવ, જે મારું