________________
રામ
ઇન્દ્રજિત એ અજિત ગણાતું હતું, અને બાર વર્ષ જાગરણ કરી બ્રહ્મચર્ય પાળનાર પુરુષ જ એને મારી શકે એવું જેણે વરદાન મેળવ્યું હતું, તે પણ લક્ષ્મણને હાથે માર્યો ગયે. રાવણને પિતાને હવે લડાઈમાં ઊતરવું પડ્યું. એણે એક તીક્ષણ શક્તિ લક્ષ્મણના ઉપર ફેંકી, તે એની છાતીમાં પિસી ગઈ અને એ મૂછ ખાઈ પડ્યો. આથી રામ બહુ હતાશ થયા. પણ હનુમાનના પરાક્રમથી સંજીવની ઔષધિથી તેનું શલ્ય નીકળી ગયું, અને એ પાછે સચેત થયે. લક્ષ્મણ સજીવન થયા જાણી રાવણને ક્રોધ વધ્યો. “હું મરું પણ સીતાને તે રામના હાથમાં ન જ જવા દઉ” એમ કહી એ સીતાને મારવા દોડ્યો. પણ આટલા પાપમાં
હત્યાનું પાપ ન વધારવા એના સચિવે રાવણને સમજાવ્યું; અને તેથી વળી પાછો તે રામની સામે લડવા આવી ઊભો. રામ અને રાવણ વચ્ચે ભયંકર યુદ્ધ જામ્યું. છેવટે, રાવણની નાભિમાં રામે એક અચૂક બાણ માર્યું. અને તેની સાથે જ રાવણનું શરીર રણ ઉપર મડદું થઈ પડ્યું. આ રીતે એ રાયેલોભી, ગવિંtઠ અને કામાખ્ય રાજાએ પોતાના અન્યાય અને અધર્મની શિક્ષા સહન કરી.
૭. રામ અને વિભીષણનો યજ્યકાર થયું. રામે લક્ષ્મણ પાસે વિભીષણને અભિષેક કરાવ્યું. સીતાને સ્નાન
આ કરાવી, ઉત્તમ વસ્ત્રાલંકાર પહેરાવી પિતા પાસે સીતાની દિવ્ય ચી મેકલવા એણે આજ્ઞા કરી. સીતાની ઈચ્છા
શરીર શણગાર્યા વિના રામ પાસે જવાની હતી, પણ આજ્ઞા માથે ચડાવી એણે વસ્ત્રાલંકાર ધારણ