________________
શામ
ચિત્ત શ્રી રામચંદ્રના ચરણ વિના બીજા કાઈ પણુ વિષે કદી ન ગયું હોય તેા જ મારું રક્ષણ કરો. જો હું અશુદ્ધ ન હાઉં તે જ મારું રક્ષણ કરજો.” આટલું ખાલી એણે અગ્નિમાં ઝંપલાવી દીધું. એની પરીક્ષા પૂરી થઈ. અગ્નિએ એને નિર્માધિત રાખી એની નિષ્પાપતાની સર્વેને ખાતરી કરાવી આપી. રામ, લક્ષ્મણ અને સર્વાં વાનરસૈન્યના ના પાર રહ્યો નહી. રામે અતિ આનંદથી સીતાને સ્વીકાર કર્યાં.
૮. હવે ચૌદ વર્ષ પણ પૂરાં થવા આવ્યાં હતાં. વિભીષણે પેાતાનું પુષ્પક વિમાન સજાવી સર્વેને અયેધ્યા પહાંચાડવાની તૈયારી કરી. પોતે અને અયાયાગમન વાનરે પણ રામની સાથે અયેાધ્યા જવા તૈયાર થયા. વિમાન આકાશમાર્ગે ઊડ્યું, અને થોડા વખતમાં કેસલ દેશ નજીક આવી પહોંચ્યું. અયેાધ્યા દિષ્ટએ પડતાં જ સર્વેએ પેાતાની પુણ્ય માતૃભૂમિને નમસ્કાર કર્યાં. ભરદ્વાજ આશ્રમનાં દર્શન કરવા સવે વિમાનમાંથી પૃથ્વી ઉપર ઊતર્યાં. એક દિવસ ત્યાં રહી ખીજે દિવસે સર્વેએ અયેાધ્યા જવાનું ઠરાવ્યું. આગળથી ભરતને સૂચના આપવા અને તેના મનેાભાવની પરીક્ષા કરવા રામે મારુતિને આગળ માકલ્યા. હનુમાને ભરતને એક અરણ્યમાં, વ્રતથી સુકાઈ ગયેલા, શિર પર જટાના ભારવાળા, પ્રત્યક્ષ ધર્મની મૂર્તિ હોય એવા નિહાળ્યા. રામના આગમનના શુભ સમાચાર સાંભળતાં જ ભરતને આન ંદના આવેશથી મૂર્છા આવી ગઈ. ઘેાડી વાર પછી સાવધ થઈ એ હનુમાનને જોરથી ભેટી પડયા, અને એને હજાર ગાયા અને સા ગામ ઇનામમાં