________________
રામ
૩. આ પછી એમ વર્ણવવામાં આવે છે કે સીતાની ભાળ તે લાગી, પણ પાછા ફર્યા પહેલાં રાવણને પણ
પિતાના પરાક્રમને કંઈક સ્વાદ ચખાડે એવી હનુમાન અને
એક અવિચારી કલ્પના હનુમાનને થઈ રમખાણ સીતાની રજા લઈ એણે અશોકવાટિકાનાં ઝાડે
ઉખેડી એને ઉજ્જડ કરવા માંડી. આ જોઈ રાક્ષસીઓ ગભરાતી ગભરાતી રાવણ પાસે દેડી ગઈ પિતાની આજ્ઞા સિવાય સીતા સાથે ભાષણ કરવાની અને પિતાનું ઉપવન નાશ કરવાની હિંમત ધરાવે એવો કોઈ ધૃષ્ટ વાનર આવ્યું છે એમ જાણું રાવણને ખૂબ ક્રોધ ચંડ્યો. હનુમાનને પકડી લાવવા એણે રાક્ષસોને હુકમ કર્યો. રાક્ષસે વાનર પર ધસ્યા, પણ હનુમાને પિતાની પૂંછડીના મારથી જ કેટલાક રાક્ષને માર્યા અને પછી એક રાક્ષસનું આયુધ લઈને એ વડે જ રાક્ષસને સંહાર કરવા માંડ્યો. જોતજોતામાં ભયંકર રમખાણ મચી ગયું. રાવણના અક્ષય વગેરે કુંવરે તથા એના સેનાપતિને પુત્ર વગેરે કેટલાયે રાક્ષસ દ્ધાઓ મૃત્યુ પંથે સિધાવ્યા. છેવટે યુવરાજ ઈન્દ્રજિત પણ હનુમાન સામે લડવા આવ્યા. બેનું યુદ્ધ જામ્યું. તેમાં આખરે ઈન્દ્રજિતે હનુમાનને બાંધ્યા.
૪. એને પકડીને રાવણ પાસે લઈ ગયા. સીતાને છેડવા અને પિતે કરેલા અધર્મ તથા અન્યાય માટે લંકા દહન - પશ્ચાત્તાપ કરવા હનુમાને રાવણને સમજાવ્યું.
પણ એથી તે રાવણ વધારે ને વધારે છંછેડાયે અને હનુમાનને વધ કરવા આજ્ઞા કરી. પણ તને વધ નિષિદ્ધ છે એમ વિભીષણે વાંધે કાઢો. સાચું પૂછતાં,