________________
૨૩
અરણ્યકાRs
૫. એક દિવસ શિયાળામાં રામ, લક્ષ્મણ અને સીતા નદીમાં સ્નાન કરી પાછાં ફરતાં હતાં, તેટલામાં શૂપ ણખા
નામે એક રાક્ષસી ત્યાં આવી ચઢી. એ પશુખા લંકાના રાજા રાવણની બહેન થતી હતી અને દંડકારણ્યમાં ખર અને દુષણ નામે પેાતાના સગા ભાઈ એ સાથે રહેતી હતી. રામને જોઈ એ એના ઉપર માહુ પામી અને એની સાથે લગ્ન કરવાની માગણી કરી. રામ-લક્ષ્મણે પહેલાં તો એની વાતને હસી કાઢવા માંડી, પશુ પછી તે એનું અતિશય જંગલીપણું જોઈને એમને એના ઉપર તિરસ્કાર આવ્યા, અને તેથી રામની પ્રેરણાથી લક્ષ્મણે એનાં નાકકાન કાપી નાખ્યાં. શૂભુખા ચીસ પાડતી અને રડતી ખરની પાસે જઈ પહોંચી. રામ, લક્ષ્મણ અને સીતાને ઠાર મારી, તેમનું લેાહી શૂર્પણખાને પિવડાવવાની ખરે ચૌદ બળવાન રાક્ષસોને આજ્ઞા કરી. રાક્ષસો સહિત શૂપણખા પાછી રામના આશ્રમ પાસે ગઈ. તેમને આવતાં જોતાં જ રામે લક્ષ્મણ અને સીતાને પણ ફ્રૂટીમાં મોકલી દીધાં, અને રાક્ષસો હલ્લા કરે તે પૂર્વે જ તેમના ઉપર ખાણ છોડી તેમનેા નાશ કર્યાં. શૂપણખા પાછી ખર પાસે નાઠી. હવે ખર, સેનાપતિ દુષણ અને રાક્ષસોનું સૈન્ય લઈ પંચવટી પર હુમલા લઈ ગયા. કાંઈક રમખાણુ જાગવાનું જ એમ ખાતરી હોવાથી રામે પ્રથમથી જ સીતાને ડુંગરે માં માકલી દીધાં હતાં અને પાતે લડવા માટે સજ્જ થઈ રહ્યા હતા.
૧. પણુખા એટલે સૂપડા જેવા નખવાળી. એ રાવણુની મસિયાઈ બહેન હોય એમ લાગે છે.