________________
કિષ્કિન્ધાકાણ પુત્રવધૂ સમાન સુગ્રીવની સ્ત્રી સાથે અધમ કર્યો છે. તેને માટે તને મૃત્યુ સિવાય બીજી શિક્ષા એગ્ય નથી. તને છુપાઈને મારવાનું કારણ એ જ કે તું વનચર પ્રાણું છે, અને મૃગયાના નિયમ પ્રમાણે ધર્મિષ્ઠ રાજાઓ પણ પ્રાણીઓને સંતાઈ રહીને, અથવા કપટથી ફસાવીને પણ મારે છે, માટે તેમ કરવામાં મેં કશે અધર્મ કર્યો નથી.”
ઉત્તરની
૭. વાલી અને સુગ્રીવ જેવા બુદ્ધિયુક્ત પ્રાણીને વનચર પશુઓની હારમાં ગણવા એ આજના જમાનામાં
આપણે ગળે ઊતરે એવી વાત નથી. વળી યોગ્યાયોગ્યતા એક બાજુથી વાનરેને વનચર ગણું, શિકારના
નિયમને આધાર લેવા અને બીજી બાજુથી એમનાં સ્ત્રી-પુરુષના સંબંધને સંસ્કારી મનુષ્યસમાજના નિયમો લાગુ પડી તેની ધર્માધમ્યતા તપાસવી, એ પણ યેય લાગતું નથી. પણ જે વખતે રામાયણ રચાયું તે વખતના વિચાર મનુષ્યની આવી જાતિ વિષે જે કલ્પના હોય તે ઉપરથી જ આપણે રામના આ કમની ન્યાયાન્યાયવાનો વિચાર કરી શકીએ. એમ તે જણાય છે જ કે વાલમીકિને રામનું આ કૃત્ય એટલું મૃગયા જેવું ન લાગ્યું કે એ ઉપર શંકા જ ન ઉઠાવ; પણ એકંદરે જોતાં એને એ અગ્ય પણ ન લાગ્યું તેથી એણે એને બચાવ પણ કર્યો. વાલ્મીકિને પણ તે દિવસે શંકા ઊઠી, એ ઉપરથી આજે એવા બચાવ ભૂલો જ ગણાય એમ ચિખી સૂચના મળે છે.
રા-૩