________________
કિષ્કિન્ધાકાહ રામે એ ઓળખી લીધા, પણ વિશેષ ખાતરી કરવા લક્ષ્મણને પૂછયું. લક્ષ્મણે કહ્યું: “હું આ કહું કે કુંડળ ઓળખી શકતો નથી; ક્ત આ પગનાં નૂપુર મારાં જાણીતાં છે, કારણ કે રેજ હું સીતાને પગે પડતે ત્યારે તે મારી દૃષ્ટિએ પડતાં.”
૪. સુગ્રીવની મદદ રામને મળે તે પહેલાં સુગ્રીવને વાલીનું કંટક દૂર થવું જોઈએ; તેથી રામે વાલીને મારવાની
પ્રતિજ્ઞા કરી. પણ એ પ્રતિજ્ઞાથી સુગ્રીવને રામની
ખાતરી થઈ નહીં. એને વાલીના બળની બહુ
ધાસ્તી હતી. એણે રામને વાલીનું બળ વર્ણવી બતાવ્યું અને પૂરતે વિચાર કરીને પ્રતિજ્ઞા લેવા કહ્યું. રામે એની ખાતરી કરાવવા માટે હાડકાંના એક મેટા ઢગલાને પગના અંગૂઠાના હડસેલાથી દૂર ઉડાડી મૂક્યો. આથી પણ સુગ્રીવને ખાતરી થઈ નહીં. એટલે રામે એક જ બાણથી શાલનાં વૃક્ષેને ઉડાડી મૂક્યાં. આથી સુગ્રીવને રામના બળની ખાતરી થઈ.
૫. પછી સર્વે મળી વાલી જ્યાં રહેતા હતા તે કિષ્કિન્ધા તરફ ચાલ્યા. સુગ્રીવે વાલીને યુદ્ધ કરવા પિકાર
A કર્યો. વાલી તરત જ બહાર આવ્યું. ગામ
* બહાર ચોગાનમાં બન્ને ભાઈઓનું યુદ્ધ શરૂ યુદ્ધ
થયું. રામ એક વૃક્ષ પાછળ રહી દૂરથી આ યુદ્ધ જોયા કરતા હતા. સુગ્રીવ યુદ્ધમાં હારવા લાગ્યું, પણ બને ભાઈએ રૂપમાં સરખા હેવાથી, એ સુગ્રીવ છે કે વાલી, તે રામ વરતી શક્યા નહીં; તેથી રખેને સુગ્રીવ માર્યો જાય
વાલી સાથે