________________
રામ શબરી' નામે એક ભીલ તપસ્વિનીએ રામ-લક્ષ્મણને સારી રીતે આદરસત્કાર કર્યો.
૩. કાવ્યમૂક પર્વત ઉપરથી સુગ્રીવ વગેરેએ રામ અને લક્ષ્મણને પિતાની તરફ આવતા જોયા. એ મિત્રપક્ષના
A છે કે વાલીના પક્ષના છે તેની તપાસ કરવા વાનરે સાથે છે મૈત્રી સુગ્રીવે હનુમાનને રામ-લક્ષ્મણ પાસે મોકલ્યા.
લક્ષમણે હનુમાનને પિતાની સવે હકીકત કહી અને સુગ્રીવની મદદ માટે વિનતિ કરી. રામ અને લક્ષ્મણને જોયા ત્યારથી જ હનુમાનને રામના ઉપર અત્યંત ભક્તિ પ્રગટી. એણે રામની સેવામાં આયુષ્ય ગાળવું એ જીવનને એક મહાન લહાવે લેવા સમાન માન્યું. બન્ને ભાઈઓને ઊંચકીને તે તેમને સુગ્રીવ પાસે લઈ ગયે. રામ અને સુગ્રીવે એકબીજાના હાથ ઝાલી મિત્રતા દર્શાવી, અને પછી હનુમાને પ્રગટાવેલા અગ્નિની પ્રદક્ષિણા કરી બન્નેએ એકબીજાને વફાદાર રહેવાની અને મદદ કરવાની પ્રતિજ્ઞા કરી. ત્યાર પછી સીતાએ નાખેલા જે અલંકારે પિતાના હાથમાં આવ્યા હતા તે સુગ્રીવે બે ભાઈઓને બતાવ્યા.
૧. વન અને પંક્તિના ભેદ હિંદુસ્તાનમાં દઢ થયા પછી વૈષ્ણવ આચાર્યોએ તે તેડવા માટે આડકતરા પ્રયત્ન કર્યા. એ કાળના સાહિત્ય પ્રેમધર્મની સર્વોપરિતા બતાવવા માટે રામને શબરીનાં એઠાં બોર ખવડાવ્યાં છે. રામચરિત્ર કેવળ ગેય છે, અનુકરણય નથી એવી માન્યતા ફેલાયાથી, કમભાગ્યે, વૈષ્ણવ આચાર્યોના આ પ્રયત્ન વ્યવહારમાં બહુ સફળ થયા નહીં. ઊલટું સામાન્ય વૈષ્ણવે સામાન્ય સ્માર્ત કરતાંયે પંક્તિભેદની અતિશયતા વધારી મૂકી.