________________
૨૦
રામ
પ્રામાણિકતા, શોય વગેરે આખતા જોઈ એ તે વાનરીની માણસાઈ નર નામે ઓળખાતાં પ્રાણીઓ કરતાં ઊતરતી જણાતી નથી. વાલી નામે એક વાનર એ સર્વે જાતિને રાજા હતા. એણે પેાતાના ભાઈ સુગ્રીવને દેશનિકાલ કરી એની સ્ત્રી તારાને રાણી બનાવી હતી. ભાઈના ભયથી સુગ્રીવ, હનુમાન અને બીજા ત્રણ વાનરો સાથે ઋષ્યમૂક પર્વતમાં સંતાતા ફરતા હતા. હનુમાન એ સુગ્રીવનેા પરમ મિત્ર અને મંત્રી હતા. વાનરીમાં એ સથી બળવાન, બુદ્ધિવાન અને ચારિત્રવાન હતા. એ આજન્મ બ્રહ્મચારી હતા.
૧૧. જટાયુને મારી રાવણુ વળી સીતાને લઈ ને લંકા તરફ દોડવા લાગ્યા. ઋષ્યમૂક પર્વતના શિખર પરથી પસાર થતાં સીતાએ સુગ્રીવ વગેરે પાંચ વાનીને બેઠેલા જોયા. એ લાકે પેાતાની હકીકત રામને કહેશે એ આશાથી સીતાએ પાતાના વસ્ત્રના છેડા કાડી તેમાં થાડા અલંકાર બાંધી તે વાનરા તરફ ફેકયા.
૧૨. નદી અને પતા એળગી, સમુદ્રને પાર કરી, રાવણુ ઝપાટાબંધ લંકામાં આવી પહાંચ્યા. પછી તે સીતાને પેાતાની સર્વ સંપત્તિ ખતાવી પટરાણી થવા લલચાવવા લાગ્યા. પણ રામ જેવા સિંહની પત્ની તે એક ચારને ગણકારે? એણે કઠોર શબ્દોથી રાવણને તિરસ્કાર કર્યાં. તેથી રાવણે એને એક વર્ષની મહેતલ આપી, અને તેટલા વખતમાં ન સમજી જાય તા એના ટુકડા કરી ખાઈ જવાની ધમકી આપી. અશાક નામે એક વનમાં રાક્ષસીઓના સખત ચોકીપહેરામાં એને રાખવામાં આવી. રામમાં પૃ ભક્તિવાળી