________________
રામ
હે લમણ!” એમ ચીસ પાડી. મૃગને ઠેકાણે અસુરને પડે જોઈ આ કાંઈક આસુરી દગે છે એમ મને લાગ્યું અને સીતાની સહીસલામતી વિષે ચિંતાતુર થયા. પણ ધૈર્ય રાખી એક બીજું મૃગ મારી રામ ઝડપથી જનસ્થાન તરફ પાછા ફર્યા.
૮. આ તરફ સીતાએ મારીચની મરતી વેળાની ચીસ સાંભળી અને લક્ષમણને રામની વહારે ધાવા કહ્યું. રામની આજ્ઞા વિના જો તે સીતાને છેડીને જાય તે રામ નારાજ થાય, તેથી લક્ષ્મણે સીતાને ધીરજ રાખવા કહ્યું. પણ એક બાજુ જ વિચાર કરવાવાળી અને ઉતાવળા સ્વભાવની સીતાને આથી ક્રોધ ચડ્યો; અને એણે લક્ષ્મણ ઉપર અઘટિત શંકા લાવી ન છાજે એવા શબ્દ સંભળાવ્યા. આથી આતિશય દુઃખિત થઈ લક્ષ્મણને ધનુષ્યબાણ લઈ રામની પાછળ જવું પડ્યું.
૯. લક્ષમણ ગયા પછી થોડી વારમાં જ સંન્યાસીનું રૂપ ધારણ કરી રાવણ પર્ણકૂટી આગળ આવી પહોંચ્યું. સીતાહરણ
_ સીતાએ સાધુ જાણે એને સત્કાર કર્યો, અને
* પિતાનાં કુળગોત્ર વગેરે જણાવ્યાં. રાવણે પણ પિતાની ઓળખાણ આપી, અને પિતાનાં રાજ્ય, સંપત્તિ, પરાક્રમ વગેરેનું વર્ણન કર્યું. પછી એ સીતાને પોતાની પટરાણ કરવાની લાલચ આપવા લાગ્યું. સાધુવેશમાં અસુરને જોઈ સીતાએ એને ખૂબ ક્રોધથી તિરસ્કાર કર્યો, આથી રાવણે પિતાનું આસુરી સ્વરૂપે પ્રગટ કર્યું. અને એક હાથે તેને એટલે પકડી અને બીજે હાથે ઊંચકી