________________
અરણ્યકાહ સુંદર સ્ત્રી સીતાને તારે માટે હું હરણ કરી લાવતી હતી, તેથી મને આ ખમવું પડ્યું.”
૭. રાવણે શૂર્પણખાને દિલાસે આગે અને સીતાને ગમે તે રીતે હરી લાવી રામ ઉપર વેર વાળવાને નિશ્ચય
4કર્યો. વાત એવી રીતે લખાયેલી છે કે
* મારીચ નામને એક અસુર તપ કરતે હતે તેને રાવણ મળ્યો અને તેને એક સુવર્ણ મૃગ બની સીતાને લલચાવવા રાવણે સમજાવ્યું. મારી આ દુષ્ટ કૃત્યમાંથી રાવણને વારવા પ્રયત્ન કર્યો, પણ એણે માન્યું નહીં અને ઊલટે મારીને મારવા તૈયાર થયે. તેથી અંતે ગભરાઈ મારીચ રાવણની ઇચ્છા પ્રમાણે વર્તવા તૈયાર થયે. રંગબેરંગી સુવર્ણ મૃગનું રૂપ ધારણ કરી, તે સીતાની દૃષ્ટિ પડે તેમ ઝાડનાં કુમળાં પાન ખાતે ખાતે રામના આશ્રમ પાસે ફરવા લાગે. ફૂલ વીણતાં સીતાએ એને જીવતે અથવા મારીને પણ લાવવા આગ્રહ કર્યો. પત્નીને ખુશ કરવા, રામ તરત ભાઈને સીતાને સંભાળવાનું કહી હરણની પાછળ દેડક્યા. મારીચ દેડતે દેડતે રામને દૂર સુધી ખેંચી ગયું અને છેવટે નાસવાને લાગ શોધવા લાગે. જીવતે હાથમાં આવી નહીં શકે એમ જોઈ રામે એના ઉપર બાણ મારી વીં. મરતાં મરતાં એણે પિતાનું અસલી સ્વરૂપ ધારણ કર્યું, અને રાવણ જોડે કરી રાખેલા સંકેત પ્રમાણે રામના જે જ સાદ કાઢી, “હે સીતા!
૧. અસુરે ઈચ્છા પ્રમાણે માયાવી રૂપ ધારણ કરી શકે છે, પણ મરતી વખતે મૂળ રૂપમાં જ ફેરવાઈ જાય છે, એવી માન્યતા છે.