________________
અધ્યાકાહ કૈકેયીને લાગ્યું. સાંજે દશરથ એના મહેલમાં આવે તે પહેલાં એણે લેશ શરૂ કરવા માંડ્યો. અલંકારે ફેંકી દીધા, વાળ છૂટા કીધા, નવાં કાઢી નાખી જૂના અને મેલાં વસ્ત્રો પહેરી લીધાં અને જમીન પર આળેટી એણે મોટેથી રડવા માંડ્યું. દશરથને મહેલમાં જતાં જ કલેશનું દર્શન થયું. પુષ્કળ કલ્પાંત કર્યા પછી કૈકેયીએ દશરથને પિતાના બે વર આપવા માગણી કરી. દશરથે તેમ કરવા વચન આપ્યું. વચનથી બાંધી લીધા પછી કેકેયીએ પહેલા વરમાં રામને બદલે ભરતને યુવરાજ તરીકે અભિષેક અને બીજા વરમાં રામને ચૌદ વર્ષ દેશનિકાલ ફરમાવવાની માગણી કરી. આવી માગણી થશે એ દશરથને જરાયે ખ્યાલ નહે. એ તે બીજે દિવસે પિતાના પ્રિય પુત્રને યુવરાજ નીમવાના ઉમંગમાં હર્ષભેર પિતાની માનીતી રાણીને મહેલ આવ્યા હતા. પિતાની જ દરખાસ્તથી સવારે રામને યુવરાજપદ આપવા નક્કી કરી, અભિષેકને જ દિવસે એને કાંઈ પણ દેષ વિના ચૌદ વર્ષ વનવાસની શિક્ષા કેવી રીતે કરી શકાય? એક બાજુથી પ્રતિજ્ઞાને ભંગ અને બીજી બાજુથી અન્યાયી કાર્ય કરવાના સંકટમાં દશરથ આવી પડ્યા. એમાંથી છૂટવા એણે કૈકેયીને ઘણું સમજાવી.
૧. દશરથે, આ સુધ્ધાં બે વાર, માગણી કેવા પ્રકારની થશે, એ વાજબી હશે કે નહીં એને વિચાર કર્યા વિના એ સ્વીકારવાની પ્રતિજ્ઞા કરવાની ભૂલ કરી અને તેથી સંકટમાં આવી પડ્યા. વિચાર્યા વિના કેઈની માગણી સ્વીકારવાની પ્રતિજ્ઞા કરી શકાય? અને તેમ કર્યા પછી એ પ્રતિજ્ઞા જાળવવા કેઈ નિર્દોષને અન્યાય કરી શકાય? પ્રતિજ્ઞા કર્યા પહેલાં કેટલે વિચાર કરવો જોઈએ, એ દશરથે ઠીક શીખવ્યું છે.