________________
મલકાણ રામે ગુરુને પ્રણામ કરી ડાબા હાથે તેને સહેલાઈથી ઊંચકી લીધું અને જમણે હાથે દેરી ચઢાવવા ગયા, પણ તેમ કરવા જતાં જ તે ભાંગી ગયું. રામચંદ્રના પરાક્રમથી જનક અતિશય પ્રસન્ન થયા અને તાબડતોબ દશરથ રાજાને તેડાવવા માણસ મેક. અયોધ્યાવાસી આવી પહોંચતાં જનકે રામ-સીતાનાં લગ્ન કર્યા અને પિતાની બીજી પુત્રી અને બે ભત્રીજીએ પણ અનુક્રમે લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નને વરાવી.
૬. લગ્નમાંથી પરવારી સર્વે અયોધ્યા આવવા નીકળ્યા. રસ્તામાં એમને ક્ષત્રિયેના શત્રુ પરશુરામ પરશુરામ મળ્યા. એનું શરીર ખૂબ ઊચું અને જબરું
હતું. માથા પર જટાને ભાર હતા. નેત્ર લાલચળ હતાં. એક ખાંધ પર મટી ફરશી હતી અને બીજી ખાંધ પર એક મોટું ભયંકર વૈણવી ધનુષ્ય ભરાવેલું હતું. રામે શિવધનુષ્ય ભાંગ્યાની વાત સાંભળતાં જ એને બીક લાગી હશે કે એને કોઈ બળવાન ક્ષત્રિય જાગી ઊઠે અને બ્રાહ્મણને પીડા કરે; માટે તે વિશેષ બળવાન થાય તે પહેલાં જ એને નિકાલ લાવ એ ઈચ્છાથી એણે રામને વૈષ્ણવી ધનુષ્ય ચઢાવી એની સાથે યુદ્ધ કરવા નોતર્યા. રામને ધનુષ્ય ચઢાવતાં જોતાં જ પરશુરામનો મદ ઊતરી ગયે. એ નિસ્તેજ થઈ ગયા. પૃથ્વીને ક્ષત્રિય વિનાની કરવાને અત્યાર
૧. પરશુરામનું ચરિત્ર, એની માતાપિતા તરફની ભક્તિ અને અભુત પરાક્રમ જાણવા જેવાં છે. વસિઝ વિરુદ્ધ વિશ્વામિત્ર, અને પરશુરામ વિરુદ્ધ રામની કથાઓ પરથી બ્રાહ્મણ તથા ક્ષત્રિયો વચ્ચે એક કાળે ભારે કલહ હતો એમ કેટલાક વિદ્વાનો ઇતિહાસને સમજાવે છે.