________________
અધ્યાકાRs
પહેરી લીધાં, પણ સીતાને એ પહેરતાં આવડયાં નહીં. છેવટે રામે એ વસ્ત્રો એના રાજશાહી પેાશાકની ઉપર જ બાંધી દીધાં. આ દેખાવ જોઈ બધા લોકોને કૈકેયીની નિષ્ઠુરતા માટે અતિશય ખોટું લાગ્યું. વસિષ્ઠે પણ એને તિરસ્કાર કર્યાં. એણે એમ પણ કહ્યું, કે રામ ભલે વચનથી બંધાઈને વનવાસ જાય, પણ સીતાએ એની સાથે જવાની જર નથી. રામની અર્ધાંગના તરીકે એની વતી રાજ્ય ચલાવવાના એને અધિકાર છે. કૈકેયી પેાતાની હઠ ન છેડે તેા સ નગરવાસીઓ સહિત પાતે પણ અરણ્યમાં જવાની ધમકી આપી; પણ કૈકેયીના ઉપર આ પ્રહારીની કશી અસર થઈ નહી. એનું હૃદય પથ્થર બની ગયું હતું.
૧૫
૮. અતે, તેમને એક રથમાં બેસાડી દેશની હ્રદ બહાર છેડી આવવાની તૈયારીઓ થઈ. સવૅ વડીલેાને પ્રણામ કરી ત્રણે જણુ રથમાં બેઠાં. હજારો લેાકેા
વનવાસ રથની ચારે ખાજુએ ફરી વળ્યા. અને પાછળ દોડવા લાગ્યા. પિતા પણ પાછળ દોડવા મંડયા, પણ મૂર્છા ખાઈ જમીન પર પડયા. રામથી પિતાની આ સ્થિતિ જોઈ શકાતી નહોતી, છતાં એ પણ સહન કર્યે જ છૂટકા એમ વિચારી એમણે સૂતને રથ હાંકી મૂકવા આજ્ઞા કરી. કેટલાક લેાકેા રામની પાછળ જંગલમાં ગયા. રામે એમને પાછા વળવા કેટલીયે વાર સમજાવ્યા; પણ પ્રેમની અતિશયતાથી કાઈ એ માન્યું નહીં. છેવટે સાંજને સુમારે તમસા નદી આગળ એક ઝાડ નીચે રામે રથ છેડાવ્યેા. પ્રજાજને પણ બિચારા ત્યાં જ સૂઈ રહ્યા. કાઈ એ તે દિવસે અન્ન ખાધું