________________
રામ થયે પણ રામે તેને વાર્યો અને કહ્યું: “ભલા માણસ, એક વાર ભરતને રાજ્ય આપવાની પ્રતિજ્ઞા કર્યા પછી તેને ઠાર મારવાથી શું લાભ થવાનું હતું ? ભરત વગર, લક્ષ્મણ વગર કે શત્રુન વગર જે કાંઈ મને સુખ કરનારી વસ્તુ હોય તે તત્કાળ અગ્નિમાં બળી જજે.” એને ભરતની નિષાપતામાં અને બંધુભક્તિમાં પૂર્ણ શ્રદ્ધા હતી. એની સાથે નિષ્ફર અને અપ્રિય ભાષણ ન કરવા લક્ષ્મણને ચેતવ્ય.
૧૯. ભરતે આવતાંવેંત જ રામનાં ચરણમાં માથું નાખ્યું, અને ડૂસકે ડૂસકે રડવા માંડ્યું. કેટલીક વારે શાંત ભારત અને
થઈ છેવટે એણે અાધ્યાની સઘળી હકીકત ૨ . કહી. પિતાના મરણની વાત સાંભળી રામ,
લક્ષમણ અને સીતાને ઘણે શેક થયે. શેકને વેગ શમ્યા પછી ભરતે રામને અયોધ્યા પાછા ફરવા વિનતિ કરી. એણે કહ્યું: “રાજાએ કૈકેયીને સાંત્વન કરવા માટે મને રાજ્યપદ આપ્યું તે હું પાછું આપને અર્પણ કરું છું, એટલે પાછા ફરવામાં આપની પ્રતિજ્ઞાને ભંગ થતું નથી.” પણ રામે કહ્યું: “પિતાનું વચન સત્ય કરવું એ જ પુત્રનું કર્તવ્ય છે. સર્વ વસ્તુ કરતાં સત્ય જ મને વધારે પ્રિય છે, કારણ કે સત્યની બરાબરી કઈ પણ ચીજ કરી શકે એમ નથી. રાજાએ તે તેમાં ખાસ કરી સત્ય હમેશાં પાળવું જોઈએ, કારણ રાજ્યની ઈમારત સત્યના પાયા પર રચાઈ છે. જે રીતે રાજા ચાલે છે તે જ રીતે પ્રો ચાલશે. રાજા જે સત્યને ત્યાગ કરે તે પ્રજા સત્યને