________________
લાવવા ?
અયોધ્યાકાણુડ ૧૭. એણે તરત જ ચતુરંગ સેના સાથે રામને તેડવા જવાની તૈયારી કરવા માંડી. એની આ ઉદારતાથી સર્વે
લોકોએ એને અતિશય ધન્યવાદ આપ્યા. મને પાછા આ સર્વ સૈન્ય, રાણીએ, મંત્રીઓ, પ્રજાજન
તથા ગુરુ વસિષ્ઠ અને ભાઈ શત્રુદન સહિત ભરત ગંગા કિનારે આવી પહોંચ્યા. ત્યાં સુમંત્રે ભરતને જણાવ્યું: “આ જગાએ રામ અને લક્ષમણે વડને ચીક માથે લગાડી જટા બાંધી હતી અને વલ્કલ ધારણ કરી જમીન ઉપર સૂતા હતા.” આ સાંભળી ભરતે પણ તરત જ રાજદરબારી પિશાક કાઢી નાખી રામ પાછા અધ્યા આવે ત્યાં સુધી વનમાં રહેવાનું અને જટા તથા વલ્કલ ધારણ કરવાનું વ્રત લીધું.
૧૮, આટલા સમયમાં રામ પ્રયાગ પાસે ભરદ્વાજના આશ્રમ આગળ થઈ ચિત્રકૂટ પર્વત પર જઈ રહ્યા હતા.
. ભરતને સસૈન્ય આવેલો જોઈ કદાચ એ
* રામને સમૂળગે નાશ કરવા જતે હેય તેવી સર્વને શંકા થતી હતી, અને તેથી રામ ક્યાં રહ્યા છે તેની ભાળ આપવા કોઈ તૈયાર થયું નહીં. પણ વસિષ્ઠની સમજાવટથી સર્વને ભરતની બંધુભક્તિ વિષે ખાતરી થઈ અને એમને રામની ભાળ લાગી. ચિત્રકૂટ પર રામની પર્ણકટી દેખતાં જ ભસ્ત સૈન્યને ઊભું રાખી શત્રુની સાથે રામ ભણી નાના બાળકની જેમ પ્રેમથી દેડવા લાગ્યા. સૈન્યને દૂરથી જોઈને ભરત વૈરભાવથી આવતું હશે એમ લક્ષમણને શંકા થઈ અને એ ભરતને વધ કરવા તૈયાર