________________
આલકાણ્ડ
मातृदेवो भव । पितृदेवो भव । आचार्यदेवो भव । अतिथिदेवो સવ એ ઉપનિષદની આજ્ઞા પ્રમાણે માતાપિતા અને ગુરુને જ દેવ સમાન પુજવાનું શીખવવામાં આવ્યું હતું. કરાઓની જેવી માબાપ પ્રતિ દૃઢ ભક્તિ હતી તેવી જ પરસ્પર ગાઢ પ્રીતિ હતી. રામ ભરતને પેાતાના પ્રાણ સમાન ગણતા, અને લક્ષ્મણ તે જાણે પેાતાની છાયા જ હાય નહી એમ એને સાથે રાખતા. આપણે સાવકા છીએ એવા તા એમને ખ્યાલે ઉત્પન્ન થતા નહીં.
૩
૫. છેકરાઓને પૌગડાવસ્થા પ્રાપ્ત થયા પછી એક વાર વિશ્વામિત્ર ઋષિ દશરથ રાજાના દરબારમાં આવી ચડયા. વિશ્વામિત્રે એક યજ્ઞ શરૂ કર્યાં હતા. એ યજ્ઞમાં કેટલાક રાક્ષસો વિન્ન નાખતા હતા. વિશ્વામિત્રે યજ્ઞની દીક્ષા લીધેલી હાવાથી એમનાથી શત્રુઓ સામે લડી લડી શકાય એમ નહાતું; એથી તેમણે રામ અને લક્ષ્મણને મદદમાં મેાકલવા દશરથને વિનંતી કરી. પુત્રપ્રાપ્તિના માહને લીધે દશરથ બાળકોને આવા જોખમમાં નાખવા ઇચ્છતા નહોતા, પણુ વિશ્વામિત્રના અત્યંત આગ્રહથી, એમની માગણી સાંભળ્યા પહેલાં જ એ મજૂર કરવાનું પહેલેથી વચન આપી દીધેલું
વિશ્વામિત્ર સાથે
૧. પાંચ વર્ષ સુધીનું બાળક શિશુ કહેવાય, ખાર વર્ષ સુધી કુમાર; ખરથી સાળ પુગણ્ડ, સેાળથી વીસ કિશોર અને ત્યાર પછી યુવાન. ૨. વિશ્વામિત્રનાં પરાક્રમ, તપ, વસિષ્ઠ સાથેની લડાઈ, બ્રહ્મષિ થવાની ઇચ્છા વગેરે બાબત તથા વસિષ્ટની વાત જાણવા જેન્સી છે. ૩. જુઓ પાછળ નોંધ ૧લી.