________________
બાલકારડ શ્રી રામચંદ્રના પ્રતાપી ચરિત્રથી ભાગ્યે જ કેઈ હિંદુ અજાયે હોઈ શકે. રામાયણ લખાયાને કેટલી સદીઓ ૩ થઈ ગઈ તેને પત્તો લગાડે આજે મુશ્કેલ
છે. રામાયણમાં ઐતિહાસિક તત્ત્વ કેટલું છે અને કવિએ રચેલી કથાને ભાગ કેટલું છે તે ઠરાવવું લગભગ અશક્ય છે અને તે ઠરાવવામાં બહુ પ્રયજન પણ રહ્યું નથી. કારણ વાલ્મીકિ અને ત્યાર પછીના સેંકડે કવિઓએ રામકથાને જુદી જુદી રીતે પ્રજાના હૃદયમાં એટલી ઊંડે ઉતારી છે અને એટલી સત્યવત્ બનાવી મૂકી છે કે સાચી હકીકતે પણ એથી વધારે સત્યવત્ ભાગ્યે જ લાગી શકે; છતાં રામાયણ એક પ્રાચીન કાવ્ય છે એ યાદ રાખવું જોઈએ. તેથી અદ્દભુત રસ જમાવવા માટે એમાં અમાનુષી– દૈવી-ચમત્કારિક વાતે સહેજે આવી છે. એ અદ્ભુત વાતે એવી રીતે ગૂંથાયેલી છે કે તેને તદ્દન છોડી દઈને રામાયણની વાત કહેવી શક્ય નથી. આ ઉપરાંત પાછલા કવિઓએ અને, રામની ઈશ્વરના અવતારમાં ગણના થવા માંડ્યા પછી, ભક્તિમાગી કવિઓએ તેમાં ચમત્કાર અને અદ્ભુત રસને એટલે ઉમેરો કર્યો છે કે મૂળ વાલમીકિની વાત ઢંકાઈ ગયા જેવીયે થઈ છે. વાર્તાના પ્રવાહ સાથે સંબંધ ન હોય તેવી વાત અહીં છેડી દીધી છે. રામના ચરિત્રોને અતિપ્રાકૃત – દૈવી શક્તિથી બનેલાં – દર્શાવવા
1