________________
વર્ષ ૧૬ મું. ' નિવ્વાણ સેઢા જહ સવ્યધમ્મા
બધાય ધર્મમાં મુકિતને એક કહી છે. ' સારાંશે મુક્તિ એટલે સંસારના શોકથી મુકત થવું. પરિણામમાં જ્ઞાનદર્શનાદિક અનુપમ વસ્તુઓ પ્રાપ્ત કરવી. જેમાં પરમસુખ અને પરમાનંદતે અખંડ નિવાસ છે, જન્મ મરણની વિટંબનાને અભાવ છે, શોકનો ને દુઃખને ક્ષય છે, એવા એ વિજ્ઞાન વિષયનું વિવેચન અન્ય પ્રસંગે કરીશું. : આ પણ વિના વિવાદે માન્ય રાખવું જોઈએ કે તે અનંત શેક અને અનંત દુ:ખની નિવૃત્તિ, એના એ જ સાંસારિક વિષયથી નથી. રધિરથી રુધિરને ડાઘ જાતે નથી; પણ જળથી તેને અભાવ છે; તેમ મૃગારથી વા શૃંગારમિશ્રિતધર્મથી સંસારની નિવૃત્તિ નથી; એ જ માટે વૈરાગજળનું આવશ્યકપણું નિઃસંશય ઠરે છે. અને એ જ માટે વીતરાગનાં વચનોમાં અતુત થવું ઉચિત છે; નિદાન એથી વિષયરૂપ વિષયને જન્મ નથી. પરિણામે એ જ મુક્તિનું કારણ છે. એ વીતરાગ સર્વજ્ઞના વચનને વિવેકબુદ્ધિથી શ્રવણ, મનન ને નિદીધ્યાસન કરી હે માનવ! આત્માને ઉજવળ કરી
અનિત્ય ભાવના. વિદ્યુતલક્ષ્મી પ્રભુતાપતંગ, આયુષ્ય તે તો જળના તરંગ;
પુરંદરીચાપ અનંગરંગ, શું રાચીએ ત્યાં ક્ષણને પ્રસંગ! છેલક્ષ્મી વિજળી જેવી છે. વિજળીનો ઝબકારો જેમ થઈને એલિવાઈ જાય છે, તેમ લક્ષ્મી આવીને ચાલી જાય છે. અધિકાર પતંગના રંગ જેવો છે. પતંગ રંગ જેમ ચાર દિવસની ચટકી છે, તેમ અધિકાર માત્ર થોડા કાળ રહી હાથમાંથી જ રહે છે. આયુષ્ય પાણીનાં મોજા જેવું છે. પાણીને હિલોળે આવ્યું કે ગયે, તેમ જન્મ પામ્યા અને એક દેહમાં રહ્યા કે ન રહ્યા ત્યાં બીજા દેહમાં પડવું પડે છે. કામગ આકાશમાં ઉત્પન્ન થતા ઇદના ઘનુષ્ય જેવા છે. જેમ ઇન્દ્રધનુષ્ય વિષકાળમાં થઈને ક્ષણવારમાં લય થઈ જાય છે, તેમ વિનામાં કામના વિકાર ફળિભૂત થઈ જરા વયમાં જતા રહે છે. ટુંકામાં હે જીવ! એ સઘળી વસ્તુઓને સંબંધ ક્ષણભર છે; એમાં પ્રેમબંધનની સાંકળે બંધાઈને શું રાચવું? તાત્પર્ય કે એ સઘળાં ચપળ અને
Scanned by CamScanner