________________
(૪)
રાજધ, તત્વજ્ઞાનનો સ્તુતિપાત્ર ચમકાર છે. એ અતિ મેધાવિ અને પુરુષાર્થની
સ્કુરણ કરી મહા યોગ સાધી આત્માના તિમિરપટને ટાળે છે. સંસારને શોકાબ્ધિ કહેવામાં તત્વજ્ઞાનીઓની જમણું નથી, પરંતુ એ સઘળા તત્વજ્ઞાનીઓ કે તત્ત્વજ્ઞાનચંદની સેળે કળાઓથી પૂર્ણ હોતા નથી; આ જ કારણથી સર્વર મહાવીરનાં વચન તત્વજ્ઞાનને માટે જે પ્રમાણે આપે છે તે મહબૂત, સર્વમાન્ય અને કેવળ મંગળમય છે. મહાવીરની તુલ્ય ઋષભદેવ જેવા જે જે સર્વજ્ઞ તિર્યકરો થયા છે તેમણે નિસ્પૃહતાથી ઉપદેશ આપીને જમતાહિતીની પદવી પ્રાપ્ત કરી છે.
સંસારમાં જે એકાંત અને અનંત ભરપૂર તાપ છે તે ત્રણ પ્રકારના છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ. એથી મુક્ત થવા માટે પ્રત્યેક તત્ત્વજ્ઞાનીઓ કહેતા આવ્યા છે. સંસારત્યાગ, શમ, દમ, દયા, શાંતિ, ક્ષમા, ધૃતિ, અપ્રભુત્વ, ગુરુનને વિનય, વિવેક, નિસ્પૃહતા, બ્રહ્મચર્ય, સમ્યક્ત્વ અને જ્ઞાન એનું સેવન કરવું; લેભ. ક્રોધ, માન, માયા, અનુરાગ, અણુરાગ, વિષય, હિંસા, શિક, અજ્ઞાન, મિયા એ સઘળાને ત્યાગ કરે. આમ સર્વદર્શનનો સાર સામાન્ય રીતે છે. નીચેનાં બે ચરણમાં એ સાર સમાવેશ પામી જાય છે.
પ્રભુ ભજે, નીતિ સજો, પર પરેપકાર » ખરે! એ ઉપદેશ સ્તુતિપાત્ર છે. એ ઉપદેશ આપવામાં કેઈએ કેઈ પ્રકારની અને કોઈએ કોઈ પ્રકારની વિચક્ષણતા દર્શાવી છે. એ સઘળા ઉદ્દેશે તો સમતુલ દસ થાય તેવું છે; પરંતુ સૂક્ષ્મ ઉપદેશક તરીકે શ્રમણ ભગવાન તે સિદાર્થ રાજાને પુત્ર પ્રથમ પદવીને ધણી થઈ પડે છે. નિવૃત્તિને માટે જે જે વિષ પૂર્વે જણાવ્યા છે તે વિષયોનું ખરું સ્વરૂપ સમજીને સશે મંગળમયરૂપે બેધવામાં એ રાજપુત્ર વધી ગયો છે. એ માટે એને અનંત ધન્યવાદ છાજે છે!
એ સઘળા વિષયોનું અનુકરણ કરવાનું શું પ્રોજન વા શું પરિણામ એને નિવેડે હવે લઈએ. સઘળા ઉપદેશકે એમ કહેતા આવ્યા છે કે એનું પરિણામ મુક્તિ પ્રાપ્ત કરવી; અને પ્રયોજન દુઃખની નિવૃત્તિ. એજ માટે સવે દર્શનમાં સામાન્યરૂપે મુક્તિને અનુપમ શ્રેષ્ઠ કહી છે. સૂત્રમાં દ્વિતીયાંગના પ્રથમ શ્રુતસ્કંધના છઠ્ઠા અધ્યયનની ચોવીશમી ગાથાના ત્રીજ ચરણમાં કહ્યું છે કે
Scanned by CamScanner