________________
(૨)
રાજોધ.
શાસ્ત્ર વાદભય, ગુણૅ અલભય, કાર્ય કૃતાંતાક્ર્મય, સવ" વસ્તુ ભાન્વિત ભુવિ નૃણાં, વૈરાગ્યમેવાભય
ભાવાર્થે :—જગતને વિષે ભાગમાં રાગને ભય છે; કુળને પડવાના ભય છે; લક્ષ્મીમાં રાજાનેા ભય છે; ભાનમાં દીનતાનેા ભય છે; બળમાં શત્રુને ભય છે; રૂપથી સ્ત્રીનેા ભય છે; શાસ્ત્રમાં વાદના ભય છે; ગુણમાં ખળ ભય છે; અને કાયાપર કાળના ભય છેઃ એમ સર્વ વસ્તુ ભયવાળી છે; માત્ર એક વૈરાગ્ય જ અભય છે. !!!
મહાયોગી ભર્તૃહરિનું આ કથન સૃષ્ટિમાન્ય એટલે સઘળા ઉજ્વળ આત્મા સદૈવ માન્ય રાખે તેવું છે. એમાં આખા તત્ત્વજ્ઞાનનુ દહન કરવા ભર્તૃહરિએ સકળ તત્ત્વવેત્તાના સિદ્ધાંતરહસ્યરુપ અને સ્વાનુભવીસ ંસારશેાકનું તાદ્દશ્ય ચિત્ર આપ્યુ છે. એણે જે જે વસ્તુઓપર ભયની છાયા પ્રદર્શિત કરી છે તે વસ્તુ સંસારમાં મુખ્ય સુખરૂપે મનાઇ છે. સંસારનુ સર્વાંત્તમ સાહિત્ય જે ભાગ તે તે રાગનુ ધામ ; મનુષ્ય ઉંચ કુળથી સુખ માને તેવુ છે ત્યાં પડતીને ભય દેખાડયા; સંસારચક્રમાં વ્યવહારને '' ચલાવવાને ઈંડરૂપ લક્ષ્મી તે રાજા પ્રત્યાક્રિકના ભયથી ભરેલી છે; કાઇ પણ કૃત્ય કરી યશેકીર્ત્તિથી માન પામવું કે માનવુ એમ સંસારના પામર જીવાની અભિલાષા છે તે ત્યાં મહા દીનતા તે કાંગાયતના ભય છે; બળ પરાક્રમથી પણ એવા જ પ્રકારની ઉત્કૃષ્ટતા પામવી એમ ચાહવું રહ્યું છે તે ત્યાં શત્રુને ભય રહ્યા છે; રૂપ કાંતિ એ ભાગીને મેાહિની રૂપ છે તે ત્યાં તેને ધારણ કરનારી સ્ત્રીઓ નિર ંતર ભયવાળી જ છે; અનેક પ્રકારે ગુ'થી કાઢેલી શાસ્રજાળ-તેમાં વિવાદના ભય ૫રહ્યા છે; કાઇ પણ સાંસારિક સુખને ગુણ પ્રાપ્ત કરવાથી જે આનંદ લેખાય છે તે ખળ મનુષ્યની નિદાને લીધે લયાન્વિત છે; જેમાં અનંત પ્રિયતા રહી છે એવી કાયા, તે એક સમયે કાળરૂપ સિંહના મુખમાં પડવાના ભયથી ભરી છે. આમ સંસારનાં મનેાહર પણ ચપળ સાહિત્ય ભયથી ભર્યાં છે. વિવેકથી વિચારતાં જયાં ભય છે ત્યાં કેવળ શાકજ છે, જ્યાં શાક હાય ત્યાં સુખના અભાવ છે; અને જ્યાં સુખના અભાવ રહ્યા છે ત્યાં તેના તિરસ્કાર કરવા થેાચિત છે.
યેાગીંદ્ર ભર્તૃહરિ એકજ એમ કહી ગયા છે તેમ નથી. કાળાનુસાર સૃષ્ટિના નિર્માણુ સમયથી ભર્તૃહરિથી ઉત્તમ, ભતૃહિર સમાન, અને ભર્તૃહરિથી
Scanned by CamScanner