________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૩
પ્રવચનસાર પ્રવચનો ૭ પોતાની પર્યાય ત્રણ લોક, ત્રણ કાળને અડતી (સ્પર્શતી) નથી, તેમ ત્રણ લોક, ત્રણ કાળ જ્ઞાનની પર્યાયને અડવા (સ્પર્શવા સમર્થ) નથી છતાં જ્ઞાનની પર્યાય, કેવળજ્ઞાન ને લોકાલોકને નિમિત્ત કહેવાય છે; અને લોકાલોક છે એ કેવળજ્ઞાનની પર્યાયમાં નિમિત્ત છે. નિમિત્ત કહેતાં એનાથી (જ્ઞાન) થયું છે એમ નહીં, (શું) લોકાલોકથી કેવળજ્ઞાન થયું છે? અને કેવળજ્ઞાન છે તો એનાથી લોકાલોક છે એમ (પણ) નથી પણ નિમિત્ત જ્યાં આવ્યું એટલે (અજ્ઞાની) લોકોને એમ થઇ જાય કેઃ (નિમિત્તથી થાય છે) પણ આખા લોકાલોકને એક સમયની કેવળજ્ઞાનની પર્યાય નિમિત્ત (છે). અને કેવળજ્ઞાનની પર્યાયને લોકાલોક નિમિત્ત છે. (નિમિત્ત છે બસ !) અનંતા સિદ્ધોના અસ્તિત્વને કેળવજ્ઞાનની પર્યાય (નિમિત્ત) છે. એટલે એક બીજી ચીજ (ની હાજરી) છે. આહા. હા !
અહીંયાં કહે છે કે જ્ઞાનની પર્યાયે એનો (દ્રવ્યનો) નિર્ણય કર્યો કે આ જ્ઞાનતત્ત્વ જે છે – કાયમી તત્ત્વ (જે છે) એ કાયમી રહેલું (તત્ત્વ) દ્રવ્ય છે. એના અધિકરણ -) (આત્મારૂપી અધિકરણમાં) ( જ્ઞાનદર્શન) તેના સંબંધવાળું છે. એટલે જ્ઞાન (દર્શન) - ચૈતન્યસ્વભાવ (ને) ચૈતન્યની (દ્રવ્યની) સાથે આધાર છે. અનંતચૈતન્ય (ગુણો) ચૈતન્યદ્રવ્યને આધારે છે, જેથી કરીને (એ) પરાધીન છે એમ નથી. એ તો અભિન્ન છે, અભેદ છે એ અપેક્ષાએ જ્ઞાયકતત્ત્વનો સ્વભાવ ચૈતન્યના આધારે છે એમ કહ્યું છે. અર્થાત્ આત્મામાં આશ્રય લઇ રહેલાં એવા જ્ઞાનતત્ત્વનો – ત્રિકાળી હોં! એ રીત યથાર્થપણે નિશ્ચય કરી, જ્ઞાયકતત્ત્વનો નિર્ણય કરી. (એ નિર્ણય કરનારી) પર્યાય (છે).. આહા... હા ! ભગવાન! જન્મ – મરણ રહિત (થવાનો આ એક ઉપાય છે) બાપા ! જુઓને! ૩૩ વર્ષની ઉંમરે તેમણે બ્રહ્મચર્ય લીધેલું, ૩૫ વર્ષથી બ્રહ્મચર્ય છે. અત્યારે એમને હેમરેજ થઇ ગયું છે. અહા હા ! બેય (ક્ષયોપશમજ્ઞાન અને શરીર) જડ છે. કયા સમયે કોની પર્યાય કેમ થવાની ? તે પર્યાયને પહોંચી વળતો એનો પરમાણુ છે! આત્મા એ પર્યાયને પહોંચે નહીં. આત્મા તો જાણનારદેખનાર (છે). એની ( જ્ઞાતા-દ્રષ્ટાની) પર્યાયને તો આત્મા પહોંચે, એની પર્યાયને પામે. પણ એ પર્યાય એમ જાણે છે કે, જે દ્રવ્યથી – ગુણથી પર્યાય ઉત્પન્ન થઈ છે. હમણાં આવશે ને ! ગાથા૯૩માં (આવશે). દ્રવ્ય ગુણાત્મક છે અને પર્યાય દ્રવ્ય-ગુણથી ઉત્પન્ન થાય છે એમ કહેશે. વસ્તુસ્થિતિ જણાવવી છે ને...? પણ પર્યાય છે એ સ્વતઃ સિદ્ધ છે, એ પર્યાય સ્વત: સિદ્ધ ષકારકથી પરિણમતી પર્યાય (છે) આહા... હા ! સમજાણું કાંઈ?
(અહીંયાં કહે છે કે, પ્રભુ! એ (પર્યાય) પોતે એમ જાણે છે કે આ જ્ઞાયતત્ત્વ છે (તે) ચેતનના આધારે (છે). “ચેતન” એટલે દ્રવ્ય “ચૈતન્ય' એટલે ગુણ. ચૈતન્ય અને ચેતનમાં (આ) ફેર છે. “ચેતન” એવું જે દ્રવ્ય એને આધારે ચૈતન્ય” એવો ગુણ (રહેલો) છે, એમ પર્યાયે નિર્ણય કર્યો છે. આહા.. હા... હા!! આ તો સાદી ભાષા છે. (પર ભાવ ગંભીર છે! (સમજાણું કાંઈ ?
(શું કહે છેઃ ) “જ્ઞાનતત્ત્વનો એ રીતે યર્થાર્થપણે નિશ્ચય કરીને,” –જોયું? ચૈતન્યસ્વભાવ કાયમી એ દ્રવ્યને આધારે છે. દ્રવ્યને સંબંધે છે. દ્રવ્યમાં એ ચૈતન્યસ્વભાવ વર્તે છે.-એ રીતે યથાર્થપણે નિશ્ચય કરીને (–તે નિર્ણય કરનારી) પર્યાય છે. ઓહો... હો ! આ તો ભાષા સાદી છે! ચાર ચોપડીનો ભણેલો પણ આ વાત સમજી શકે. (આ વાત) પકડી શકે! આમાં કંઈ સંસ્કૃત ને મોટા વ્યાકરણ, એવા કાંઈ (ભણતરની જરૂર ન પડે). (પર્યાય દ્રવ્યનો નિર્ણય કરે એટલે) વ્યાકરણ બધું આવી ગયું. સંસ્કૃત એટલે સંસ્કાર. પર્યાયે,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com