________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચનસાર પ્રવચનો
ગાથા - ૯૩
૫
જે રાગથી ભિન્ન પડે છે. (એ) જ્ઞાન. એ જ્ઞાનના આધારે આત્મા જણાય છે. જણાય એ (જ્ઞાયક) અપેક્ષાએ એને આધાર (તરીકે) લીધો. મારો આત્મા જ્ઞાનસ્વભાવ (છે) ઉપયોગ ઉપયોગમાં છે. ( આત્મદ્રવ્યનો ) જ્ઞાનસ્વભાવ એના આધારે આત્મા છે. “ઉપયોગમાં ઉપયોગ છે.” ભેદજ્ઞાનની પર્યાય દશા થઇ તેના આધારે આત્મા જણાયો; (પર્યાય દ્વારા જણાયો) માટે તેનો આધાર પર્યાય છે. અને દ્રવ્ય તેનો આધેય છે. આહા.... હા...!
અહીં કહે છે કેઃ મારો પ્રભુ જ્ઞાન (જ્ઞાયક) આધાર છે, એ જ્ઞાયકગુણ જે છે. ચૈતન્ય સ્વભાવ (જે) છે, એ મારા આત્માના અધિકરણા આશ્રયે રહેલ છે. એનો (જ્ઞાયકનો ) આધાર આત્મા છે. એ જ્ઞાનનો આધાર કોઇ (નિમિત્ત, રાગ કે પર નથી). કોઈ નિમિત્તથી જ્ઞાન થાય કે રાગથી જ્ઞાન થાય, એમ નથી. કેમ કે જ્ઞાનતત્ત્વ જે ત્રિકાળી જ્ઞાયક ચૈતન્ય તત્ત્વ (છે) એનો આધાર, (એનો ) સંબંધસંયોગ તો આત્મા સાથે છે. આહા... હા...!
(શું કહે છે કેઃ ) “આત્મારૂપી અધિકરણમાં ૨હેલ ” આ એટલા શબ્દનો અર્થ થાય છે. ભગવાન આત્મા જે દ્રવ્ય છે; એના આધારે રહેલું ચૈતન્ય; ચેતનના આધારે રહેલું ચૈતન્ય; ગુણીના આધારે રહેલો ગુણ...! એ (જ્ઞાયક) ગુણનો આધાર તો ભગવાન આત્મા છે. આહા... હા...! તેથી એણે જ્ઞાન પ્રગટ કરવું હોય (તો ) એણે તો જ્ઞાનનો આધાર-આત્મા, ત્યાં દષ્ટિ દેવી પડશે. એમ કહે છે. આહા...હા..! ચૈતન્ય ત્રિકાળી હોં...! પર્યાય નહીં, ત્રિકાળી જ્ઞાયક કહો કે ચૈતન્ય કહો ( એકાર્થ છે ) એનો આધાર આત્મા છે. આહા...હા...! સમજાણું કાંઈ... ?
એ “આત્મારૂપી અધિકરણમાં રહેલ ” આહા... હા...! એક કોર એમ કહે કેઃ જ્ઞાનની પર્યાય એમ જાણે છે કે જ્ઞાયક ગુણ, દ્રવ્ય (આત્મા) ના આધારે છે; એ (જ) જ્ઞાનની પર્યાય એમ કહે છે કે: મારા ષટ્કારકના પરિણમનના આધારે હું (ઉત્પન્ન થઈ ) છું. સમજાણું? જે જ્ઞાનની પર્યાય એમ જાણે છે કે આ જ્ઞાયક ચૈતન્ય ગુણ, એનો આધાર આત્મા છે. જાણે છે તો પર્યાય ને...? કાંઈ ગુણ જાણતો નથી. ભગવાન આત્મા જેમ ત્રિકાળ છે. ધ્રુવ છે. એમ જ્ઞાયકસ્વભાવ ચૈતન્ય સ્વભાવ ત્રિકાળ છે. ધ્રુવ છે. પણ તેને ધ્રુવને (જ્ઞાયકને ) ધરતું જે દ્રવ્ય (છે) તેને હું ધ્રુવને ધરતાં દ્રવ્યપણે નક્કી કરું છું. એ નક્કી કરનારી જે પર્યાય છે. એ પર્યાય પણ ખરેખર તો (પોતાના ) ષટ્કારકપણે સ્વતંત્ર પરિણમે છે. આહા... હા... હા..!! લખાણ તો જુઓ! વીતરાગના શાસનની સ્યાદ્વાદ શૈલી આ ! ( કોઈ કહે કે: ) રાગથી પણ થાય; સ્વભાવથી પણ થાય; નિમિત્તથી પણ થાય; ઉપાદાનથી પણ થાય (પણ ) એમ નહીં.... આહા... હા ! ( શ્રોતાઃ) દ્રવ્યને આધારે ગુણ બોલો તો પહેલેથી ગુણ ન બોલો (ઉત્ત૨:) ગુણ છે ઈ સત્તા આધારે ગુણ છે. ત્રિકાળના આધારે ગુણ છે. (શ્રોતાઃ) પરાધીનતા જ નથી ? (ઉત્ત૨:) પરાધીનતા જ નથી. આ તો વસ્તુ (સ્થિતિ ) એમ છે. ( ગુણ ) છે. એટલું રહેલ છે એટલું. ગુણનો (આધાર ) છે જ ક્યાં... ? ગુણ ગુણના આધારે નહીં, ગુણ દ્રવ્યના આધારે છે. (અહીં ) એટલું સિદ્ધ કરવું છે. એટલે કે ગુણોનું ચૈતન્યનું જ્ઞાયકપણું, એ દ્રવ્યની સાથે સંબંધ (માં) છે. સંબંધ છે. છે ગુણ સ્વતંત્ર પણ ગુણનું સ્વતંત્રપણું છે પણ (અધિષ્ઠાન ) ધ્રુવ કોનું છે. (તો કહે છે કેઃ) એ ધ્રુવનું ધ્રુવ જે દ્રવ્ય છે એની સાથે (એને) સંબંધ છે. એમ પર્યાય (અનુભૂતિ ) નિર્ણય કરે છે. આહા... હા... ઝીણી વાત છે, ભાઈ...!
Please inform us of any errors on rajesh@Atma Dharma.com