________________
પ્રમાણમીમાંસા ૧૧૧
अयं धूमः साग्निः, धूमत्वात्, पूर्वोपलब्धधूमवत् । न च दृष्टान्तमन्तरेण न गमकत्वम्, अन्तर्व्याप्त्यैव साध्यसिद्धेः, 'सात्मकं जीवच्छरीरम्, प्राणादिमत्त्वात्' इत्यादिवदिति दर्शयिष्यते ।
६ ९. तत्र निर्णयः संशयाऽनध्यवसायाविकल्पक त्वरहितं ज्ञानम् । ततो निर्णय-पदेनाज्ञानरूपस्येन्द्रियसन्निकर्षादेः', ज्ञानरूपस्यापि संशयादेः प्रमाणत्वनिषेधः ।
१०. अर्यतेऽर्थ्यते वा अर्थो हेयोपादेयोपेक्षणीयलक्षणः, हेयस्य हातुम्, उपादेयस्योपादातुम्, उपेक्षणीयस्योपेक्षितुम् अर्थ्यमानत्वात् । न चानुपादेयत्वादुपेक्षणीयो हेय एवान्तर्भवति, अहेयत्वादुपादेय एवान्तर्भावप्रसक्तेः।
આ છે સમાધાન : વિશેષ ધર્મ પક્ષ રૂપે હોય ત્યારે તેનાં સામાન્ય ધર્મને હેતુ રૂપે બનાવી શકાય છે. જેમ “આ વિવક્ષિત ધૂમ અગ્નિવાળો છે ધૂમ હોવાથી.” જેમ પહેલાં જોયેલો ધૂમઃ અહીં સામે રહેલી ધૂમ વ્યક્તિ વિશેષ પક્ષ છે અને ધૂમ સામાન્ય હેતુ છે. તેમ અહીં “વિવાદાગ્રસ્ત ઘટનું પ્રત્યક્ષ એ ધર્મી છે, તે સમ્યગુ અર્થ નિર્ણય સ્વરૂપ છે”, આ સાધ્ય અને પ્રત્યક્ષ–ાતુ’ આ પક્ષનો સામાન્ય ધર્મ જ હેતુરૂપ છે. દેખાત્ત વિના હેતુ સાધ્યને ઓળખાવી ન શકે એવું નથી, કારણ કે અત્તવ્યતિથી સાધ્ય સિદ્ધિ થઈ શકે છે. જેમ “જીવતું શરીર આત્માવાળું છે, પ્રાણાદિથી યુક્ત હોવાથી, અહીં કોઈ ઉદાહરણ ન હોવાથી બહિર્વાણિ (ઉદાહરણ) નથી. “તો પણ અન્તર્લીયપ્તિના સામર્થ્યથી સાધ્યની સિદ્ધિ થાય જ છે, એમ પ્રમાણત્વાતું' અહીં પણ પ્રમાણત્વ હેતુ પ્રમાણ સિવાય અન્યત્ર રહેતો ન હોવાથી ઉદાહરણ તો ન મળે પણ ગમક બની શકે છે. અર્થાપ્તિની બાબતમાં આગળ વાત કરીશું.
૯ ત્યાં નિર્ણય એટલે સંશય, અનધ્યવસાય અને નિર્વિકલ્પક વગરનું જ્ઞાન. નિર્ણય પદ મૂકવાથી અજ્ઞાન સ્વરૂપ ઇન્દ્રિય સંનિકર્ષ તથા જ્ઞાતાનો વ્યાપાર, વળી સંશય અને નિર્વિકલ્પકનો પ્રમાણ તરીકે નિષેધ થાય છે. તે જ્ઞાન રૂપ તો છે પણ તે સંશય અનવસ્થિત -અનિશ્ચિત સ્વરૂપ છે અને નિર્વિકલ્પકમાં નામ જાતિ વગેરેનો ઉલ્લેખ ન હોવાથી પદાર્થનો નિર્ણય શક્ય ન બને, એટલે સામે રહેલા પદાર્થો ઉપર નજર પડવા છતાં તેનું શું નામ છે, કંઈ જાતિનું છે, શું ઉપયોગી છે, ઇત્યાદિ કોઈ પણ જાતનું વિશેષ જ્ઞાન ન થાય તો તે પદાર્થનો અન્ય પદાર્થથી વ્યવચ્છેદ કરવો સંભવ ન બને, તો પછી સ્વનો-ઘટાદિ પદાર્થનો નિર્ણય કેમ કરીને સંભવે ? એટલે કે સામે રહેલો પદાર્થ પટાદિ રૂપે નથી એવી ખાત્રી થયા વિના “આઘટ જ છે” આવી ખાત્રી કેમ થાય? સામેની વ્યક્તિ ચોર નથી એવી ખાત્રી થયા વિના આ સાહુકાર જ છે” એવો નિર્ણય કેમ લેવાય ? સંશય વિગેરે નિશ્ચયનામના વિશેષણ વગરના હોવાથી પ્રમાણ નથી કહેવાતા.
૧૦. (પ્રયોજનની સિદ્ધિ માટે) જેની ઇચ્છા કરાય તે અર્થ હેય, ઉપાદેય, ઉપેક્ષણીય સ્વરૂપ છે. હેયને તજવા માટે, ઉપાદેયને ગ્રહણ કરવા, ઉપેક્ષણીયની ઉપેક્ષા કરવા માટે એની ઈચ્છા કરાતી હોવાથી આને (વસ્તતત્ત્વને) અર્થ કહેવાય છે. તજવા વગેરે ઇચ્છાનો વિષય જે બને તે અર્થ. १ "न दृष्टान्तोऽनुमानाङ्गम्" [१. २. १८] इति सूत्रे । २ प्रथमाक्षसन्निपातेन यत् ज्ञानम् । यद्यप्यनध्यवसाय एव निर्विकल्पकं तथाप्याहत्य सौगतमतनिराकरणायाविकल्पकत्वेनेति पदम् । ३-०ल्पत्व०-डे० । ४ आदिपदात् ज्ञातृव्यापारः । અંતવ્યતિપક્ષની અંદર જ પ્રાપ્તિ હોય, બાહ્ય કોઈ સપક્ષ મળતો ન હોય, બહિવ્યક્તિ એટલે જ કે સપક્ષ મળવો જે ઉદાહરણ રૂપે બને છે. - ૧ એમાં “સમ્યગુઅર્થ” આટલું જ લખીએ તો “સારો પદાર્થ” આટલો જ અર્થ નીકળે, તેનાથી સંશયાદિમાં અતિવ્યાપ્તિ કેમ થાય? સમા–અહીં લક્ષ્યરૂપે પ્રમાણ શબ્દ પ્રસિદ્ધ જ છે, માટે તેનો આક્ષેપ કરાય છે. તેનો અર્થ જ્ઞાનનું કરણ એટલે સમ્યગુ અર્થની પ્રતીતિ કરાવનાર જે હોય તે પ્રમાણ. તમે કાંઈ એવું તો કીધુ નથી કે તે જ્ઞાનરૂપે હોવું જોઈએ. સંનિકર્ષ અને જ્ઞાતાનો વ્યાપાર પ્રતીતિ કરાવવામાં અત્યંત ઉપયોગી છે જ, માટે તેમાં લક્ષણ તો જાય છે ને, અને “આ જિનબિંબ છે કે નહી” આવો સંશય પણ સમ્યગુ અર્થનો બોધ તો કરાવે જ છેને, નિર્વિકલ્પક વિના સીધું સવિકલ્પક જ્ઞાન સંભવ નથી, આમ આ પણ જ્ઞાન માટે ઉપયોગી છે જ, એમ આ બધામાં અતિવ્યાપ્તિ થાય જ છે, તેના વારણ માટે નિર્ણય પદ મુક્યું છે, નિર્ણય પાકી ખાત્રી પૂર્વકનું જ્ઞાન.