________________
( ૧૮ )
હવે ઉપરાક્ત વાક્યમાં આવેલા ‘નગ્ન” શબ્દને લેઇને અમારા દિગમ્બર ભાઈએ પાતાની પ્રાચીનતાના ઝડા ઉઠાવવાની કોશિશ કરે છે, પરન્તુ જે વ્યાસજીએ જૈન મુનિના વેષનાં પ્રમાણેા શિવપુરાણમાં આપ્યાં છે, તેજ બ્યાસજીએ મહાારતમાં પણ ઉપરોક્ત વચન કહેલું છે, ખેર ! તે વાત પણ હું તે કબ્રૂલજ રાખું છું, કેમકે—જીનકલ્પી સાધુએ પણ તે વખતે હતા, એમ અમે માનીએ છીએ અને ઉપરોક્ત શબ્દથી તે ‘જીનકલ્પી' મુનિ હતા, એમ કહેવામાં કાઈ જાતના વિરોધ આવતા નથી. ખરેખર, વિરાધ તા દિગંબર ભાઇને આવે છે, કેમકે એકજ વ્યાસજીનાં તે ખન્ને વચના છે, એટલે એક સ્થળે શ્વેતામ્બર મતના સાધુનું વર્ણન કરે અને બીજી તરફ દિગઅરમતના નગ્ન સાધુનુ વર્ણન કરે, તે કદાપિ સંભવી શકતુંજ નથી, કારણ કે તે સમયમાં દિગમ્બર મતની વિદ્યમાનતાજ ન્હાતી. અત એવ ઉપરાક્ત વાતના ફલિતાર્થ એજ છે કે મહાભારત અને શિવપુરાણમાં પણ શ્વેતાંખર મતના સાધુઓનુ જ વર્ણન છે, માટે એ સિદ્ધ થાય છે કે શ્વેતામ્બર મત પ્રાચીન છે.
હુને આ લેખ લખતાં લખતાં આશ્ચર્ય પણ થતું જાય છે કે, જ્હારે કોઇ પણ વ્યક્તિ કે સમાજ પાતાના કકકા સાચા કરાવવા માટે હઠ પકડેછે, ત્હારે તે ખૂણા ખચકામાંથી ણુ વાક્ય કે શબ્દને શોધી કાઢીને આગળ ધરે છે, પરન્તુ તે વ્હેલાં એટલે વિચાર નથી કરવામાં આવતા કે-હું આ જે વાક્ય જન સમાજની દષ્ટિપથમાં મૂક તે કેટલા અંશે સાચું છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com